વઢવાણ, તા. 18 : 11,80,000 વર્ષ પ્રાચીન ત્રીજા ક્રમની પ્રાચીનતા ધરાવતા શંખેશ્વર પ્રભુ જેમ ગુજરાતમાં છે. રાજસ્થાનમા જીરાવલા પ્રભુ બિરાજમાન છે.એમ મહારાષ્ટ્રમા અંતરિક્ષ પ્રભુનો અચિંત્ય પ્રભાવ છે. પૂર્વે થયેલા ભાવવિજયજી મહાત્માને આંખોનું તેજ ગરમીના પ્રકોપથી ચાલ્યું ગયું તમામ ઔષધ અને ઉપચાર નિષ્ફળ નીવડ્યા ત્યારે અધિષ્ઠાયક પદ્માવતી માતાએ અંતરિક્ષ પ્રભુનો મહિમા જણાવ્યો અને કહ્યું તેમના પ્રભાવથી બંને આંખો પાછી મળશે એમ જણાવ્યું.
પદ્માવતી માતાએ જણાવેલ ઇતિહાસ
હિંગોલિ નગરની પાસે રહેલા જંગલમા વિમાન ઉતાર્યું ખરરાજાએ રાવણના બનેવી રાવણના જિનપ્રતિમા લાવવાના આદેશથી પ્રવાસમા રહેનારી પ્રતિમા મહેલમાં રહી ગયેલી, છાણ માટી ભેગા કરી પ્રભુની પ્રતિમા ત્યાં બનાવી નવકાર મંત્રની સ્થાપના કરીને પૂજા કરી ત્યારબાદ આશાતના ન થાય એ રીતે કૂવામાં વિસર્જિત કરી કૂવામાં રહેલા દેવે તે પ્રતિમાને વજ્ર જેવી બનાવી ભક્તિથી ઘણા કાળ સુધી પૂજા કરતા રહ્યા. અચલપુર નગરમાં ઇલ નામનો રાજાને કોઢરોગ પ્રગટ થયો વિવિધ ઔષધ ઉપચાર કરવા છતાં શાંતિ ન થઈ ત્યારે ભ્રમણ કરતા આમલીના ઝાડની નીચે રહેલા કૂવા પાસે આવ્યો જ્યા પ્રભુની પ્રતિમા હતી તે કૂવાના પાણીથી હાથ પગ મોં ધોયા સ્વચ્છ પાણી પીને છાવણીમા પાછો ફર્યો રોજ માછલીની જેમ તડપતો રાજા આજે શાંતિથી નિદ્રાધિન થઈ ગયો સવારે રોગરહિત કાયા જોઈને રાણીએ તેનું કારણ પૂછ્યું કારણ જાણી સંપૂર્ણ સ્નાન કરવાનું જણાવ્યું અને શરીર સુવર્ણ જેવું બની ગયું.
આ ઘટનાથી રાજા રાણીએ અન્ન જળનો ત્યાગ કરી અધિષ્ઠાયક દેવની આરાધના કરતા તેમનો દ્રઢ નિશ્ચય જોઈને ત્રીજા દિવસે દેવતાએ પ્રભુના સ્પર્શ જળનો પ્રભાવ બતાવ્યો વધુમા જણાવ્યું કે " પાર્શ્ર્વનાથ પ્રભુના સ્પર્શથી અસાધ્ય પણ સાધ્ય થાય છે શ્વાસ તાવ કોઢ વગેરે દૂર થાય છે તથા દ્રષ્ટિહીનને દ્રષ્ટિ , બહેરાને કાન, મૂંગાને વાચા, અપંગને પગ, નિર્ધનને ધન , કુંવારાને પત્ની, નિસંતાનને સંતાન, રાજ્યની ઇચ્છાવાળાને રાજ્ય , વીદ્યાર્થીને વિદ્યા અને વિજયની ઇચ્છાવાળાને વિજય મળે છે. ભૂત,પ્રેત, ડાકણ, શાકણ વગેરે દુષ્ટ ગ્રહો શાંત થાય છે.બધા જ મનોરથ પૂર્ણ કરનાર રત્ન ચિંતામણિનું હું શું વર્ણન કરું ? હું એમનો સેવક છું.” સાંભળી પ્રભુની યાચના કરી, ના પાડવા પર તેને ઉપવાસ નહીં છોડવાનો દ્રઢ નિશ્ચય કર્યો.સાત દિવસ વીતતાં દેવે કહ્યું તારું કાર્ય સિદ્ધ થઈ ગયું છે માટે પાછો ફર રાજા એ કીધું હું સ્વાર્થી નથી મારું કાર્ય સિદ્ધ થઈ ગયું તો શું થઈ ગયું સમગ્ર સંસારના કલ્યાણ માટે અને પ્રભુ આપો અન્યથા મારો જીવ જશે તો પણ હું અહીંથી પાછો વળવાનો નથી.ત્યાર બાદ દેવે કહ્યુ હું આપું પણ એની આશાતના ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખજે સવારે સ્નાનાદિ કરી કૂવાની પાસે આવી નાની પાલખી બનાવી તેને કાચા સૂતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઉતારજે હું તેમા પ્રતિમા મૂકી દઈશ રથમાં પ્રતિષ્ઠિત કરી સાત દિવસના જન્મેલા વાછરડાંને જોડીને તું આગળ ચાલજે રથ જાતે તારી પાછળ આવશે જતી વખતે તું પાછળ ફરીને જોઈશ નહીં નહીં તો પ્રતિમા ત્યાં જ અટકી જશે.
હીંગોળીથી આગળ અધવચ્ચે રાજાને મનમાં પાછળ આવતા રથ વિશે શંકા ગઈ અને અધીરાઈથી પાછળ જોયું તે સમયે રથ આગળ નીકળી ગયો અને પ્રભુ ત્યાં વનમાં જ વટવૃક્ષની નીચે જમીનથી સાત હાથ અદ્ધર આકાશમાં સ્થિર થઈ ગયા ત્યારથી પ્રભુ અંતરિક્ષજી કહેવાયા.માર્ગમાં સ્થિર થવાથી રાજા બહુ દુ:ખી થયો ફરીથી દેવને પ્રસન્ન કર્યા દેવે કહ્યું આ પ્રતિમા હવે અહીં જ રહેશે હવે અહીં જ જિનાલય બનાવો.ત્યારબાદ રાજાએ ભવ્ય રંગ મંડપથી સુશોભિત જિનાલય બનાવ્યું પ્રભુની સાથે પોતાનું નામ વિશ્વમાં અમર કરવા મિથ્યાભિમાન થયું આથી જ્યારે પ્રતિષ્ઠા કરવા માટે રાજાએ પ્રભુને મંદિરમાં પધરાવવા માટે પ્રાર્થના કરી ત્યારે તે નિષ્ફળ રહ્યો અને ધરણેન્દ્ર પણ ન આવ્યા.મલ્લધારી અભયદેવસૂરિજીને બોલાવ્યા આચાર્ય શ્રી એ દેવને આહ્વાન કર્યું દેવે કહ્યું કે રાજાના મિથ્યાભિમાનને કારણે પ્રભુએ પ્રવેશ નથી કર્યો પણ સંઘનું મંદિર બનાવવામા આવે તો ત્યાં પ્રતિમા જરૂર પ્રવેશ કરશે ત્યારબાદ સંઘના દેરાસર બનતા આકાશમાથી પ્રતિમા ઉતરીને પ્રવેશ કર્યો
ત્યાં પણ પ્રભુ સાત આંગળ અદ્ધર જ રહ્યા વિ .સં 1142 મહા સુદ 5ની પ્રતિષ્ઠા થઈ તીર્થરક્ષા હેતુ જમણી બાજુ શાસનદેવની પણ સ્થાપના કરી તે નગરનું નામ શ્રીપુર રાખવામા આયુ જે આજે શિરપુર તરીકે પ્રસિદ્ધ છે જે કૂવામાંથી પ્રતિમાજી મળ્યા ત્યા એક કુંડ બનાવ્યો.આટલો ઇતિહાસ કહીને પદ્માવતીજી અદશ્ય થઈ ગયા ઉલ્લસિત થયેલા ભાવવિજયજીએ વાત ગુરુ ભાઈને કરી અને એમણે સંઘ સમક્ષ રજૂઆત કરતા સંઘ પણ યાત્રા કરવા પાટણથી અંતરિક્ષજીનો છ’રી પાલિત સંઘે પ્રયાણ કર્યું.ભાવવિજયજીની આંખોમાં તેજ પ્રગટ્યું અંધાપો દૂર થયો, પ્રભુનો જયજયકાર થયો.પ્રભુના પ્રભાવથી જિનાલય નાનું પડતા પદ્માવતીજીએ તે મોટું કરવાની જરૂર છે એમ સૂચન કર્યું મહાત્માએ સંઘને પ્રેરણા કરી તે વખતે પ્રભુ જ્યાં બિરાજમાન હતા તે સ્થાન ભોંયરા જેવું થઈ ગયું હતું માટે સામેની બાજુ ઉપરના સ્તરે બીજું જિનાલય બનાવ્યું તેમા વિ .સં.1715 ચૈત્ર સુદ 6 ના દિને પ્રતિષ્ઠા થઈ ત્યારથી પ્રભુ જમીનથી માત્ર એક આંગળ અદ્ધર રહ્યા જ્યા પ્રભુ બિરાજમાન હતા ત્યાં શ્રીમાણિભદ્ર વીર અને પ. પૂ શ્રીભાવવિજયજીના ગુરુ શ્રીવિજય દેવસૂરીના ચરણપાદુકા બિરાજમાન કરાયા.
સંકલન ફારૂક ચૌહાણ | વઢવાણ