સુરેન્દ્રનગરમાં કાલે 36 હિંદુ-મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે: તૈયારીઓનો ધમધમાટ

18 March 2023 01:50 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં કાલે 36 હિંદુ-મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે: તૈયારીઓનો ધમધમાટ
  • સુરેન્દ્રનગરમાં કાલે 36 હિંદુ-મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે: તૈયારીઓનો ધમધમાટ
  • સુરેન્દ્રનગરમાં કાલે 36 હિંદુ-મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે: તૈયારીઓનો ધમધમાટ
  • સુરેન્દ્રનગરમાં કાલે 36 હિંદુ-મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે: તૈયારીઓનો ધમધમાટ

► હિંદુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્શાન બનેગાનું સુત્ર સાર્થક કરતા સુરેન્દ્રનગરના મજુર ભાઇઓ

► આવતીકાલના સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવમાં મુસ્લિમ ધર્મગુરુ સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહીને પાઠવશે નવદંપતિઓને આશીર્વાદ: સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ટોપ વાલા મેલડી માતા તથા બાલાપીરના સાંનિધ્યમાં છેલ્લા 20 વર્ષથી યોજાય છે સમૂહલગ્ન

વઢવાણ,તા.18 : સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટ આવેલી છે કે જ્યાં મજદૂરો પોતાની મજબૂરી વર્ષ દરમિયાન ટોકનરૂપી રકમો કાઢી અને વેપારીઓને સાથ સહકારથી અને ભેગા મળી અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું છેલ્લા 20 વર્ષથી ભવ્ય આયોજન કરે છે ત્યારે આવતીકાલે તારીખ 19 3 ના રોજ રવિવારના લગ્નના રૂડા ઢોલ સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડીમાં તેમજ બાલાપીરના સાનિધ્યમાં યોજાનાર છે જેમાં 36 હિન્દુ મુસ્લિમ નવદંપત્તિઓ લગ્નગ્રંથિથી જોડાશે ત્યારે આ અંગેની વિગતો આપતા મકરાણી ભાઈએ જણાવ્યું કે અમે કોરોના કાળમાં પણ સમૂહ લગ્ન કર્યા છે

અને ઘરે ઘરે જઈ અને દીકરીઓને કરિયાવર ઘર સુધી પહોંચાડ્યો છે અને દરેક દીકરીઓને હિન્દુ ધર્મ વિધિ મુજબ તેમજ મુસ્લિમોને મુસ્લિમ ધર્મ વિધિ મુજબ લગ્ન કરાવવામાં પણ અમે સફળ રહ્યા હતા ત્યારે આજે અમારો આ 20 મો સમૂહ લગ્ન યોજાઇ રહ્યો છે ત્યારે આ ટોપ વાળા મેલડી માતા તેમજ બાલાપીરની સાનિધ્યમાં જ્યારે આ સમૂહ લગ્ન યોજાઇ રહ્યા છે જેમાં હિન્દુ મુસલમાન કે કોઈપણ જ્ઞાતિનો ભેદભાવ આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન માં ક્યારેય રાખવામાં આવતો નથી અને સર્વ જ્ઞાતિના લોકોને આ સમૂહ લગ્નમાં સમાવવામાં આવે છે ત્યારે એવું નથી કે 51 જ લગ્ન કરવા જેટલા સર્વ જ્ઞાતિના લોકો જ્યાં સુધી આવે ત્યાં સુધી આ સર્વ જ્ઞાતિના લોકોને સમૂહ લગ્નમાં જોડાવા માટેનું અમે ક્યારેય ના નથી કહી કે સમૂહ લગ્નમાં મુરતિયા કે ક્ધયાઓ વધી જાય

તો પણ અમે ક્યારેય પાનછોડ કરી નથી અને જેટલા જે જ્ઞાતિના લોકો સમુહ લગ્નમાં જોડાઈ એ લોકોના અમે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ભાગ આપી અને કરિયાવર તેમજ તેમને હિન્દુ ધર્મ વિધિ મુજબ અને મુસ્લિમોને નિકાહ કરાવી આપવામાં આવે છે આ કાર્યમાં સુરેન્દ્રનગર શહેરના દરેક મજૂરો તન મન અને ધન થી સાત સહકાર આપે છે ત્યારે આ કાર્યમાં જેઠાલાલ તેમજ અબજીભાઈ હનીફાબેન મકરાણીભાઈ તેમજ અન્ય મજૂરો પોતપોતાના ધંધા રોજગાર બંધ કરી અને સતત જ્યાં સુધી સમૂહ લગ્નના યોજાય ત્યાં સુધી સાત સહકાર આપી અને સાથે જોડાયેલા રહે છે અને તેમની સાથે તમામ વેપારી એસોસિએશનના વેપારીઓ પણ તેમની સાથે જોડાયેલા રહે છે અને સમુહ લગ્નનું સફળતાપૂર્વક છેલ્લા 20 વર્ષથી આયોજન હાથ ધરી રહ્યા છે.

જ્યારે એક પિક્ચરમાં બલ રાજસહાની ગીતની કડીમાં કહ્યું છે કે ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા..
સુરેન્દ્રનગર શહેરની મેહતા માર્કેટમાં છેલ્લા 20 વર્ષથી નાતી જાતિનો ભેદભાવ રાખ્યા વગર તેમજ દરેક સમાજને સાથે રાખી અને સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં જ્યારે છેલ્લા 20 વર્ષથી સમુહ લગ્ન યોજાઇ રહ્યા છે ત્યારે આ સમૂહ લગ્નમાં જ્યારે નાથ જાતનો ભેદભાવ ભૂલી અને એક જ માંડવાની છે જ્યારે સમૂહ લગ્નનું આયોજન થાય છે ત્યારે આ મજૂરોમાં તે કોઈ મુસલમાન છે તો કોઈ ઠાકોર સમાજના છે તો કોઈ વોરાજી છે કોઈ મકરાણી છે આ રીતે સમૂહ લગ્નનું આયોજન મજૂરો ભેગા મળી અને કરે છે અને એક જ માંડવા નીચે સમૂહ લગ્ન યોજાય છે ત્યારે આ સમૂહ લગ્નમાં દરેક સમાજના ધર્મગુરુઓ પણ એક મંચ ઉપર જોવા મળે છે ત્યારે પંક્તિ યાદ આવે છે કે હિન્દુ ના બને ગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે મજદૂર ભાઈ તેમજ વેપારી મિત્રો સાત સહકારથી આ સફળ આયોજન થાય છે.

મહેતા માર્કેટના મજુરોની સેવા
સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં જ્યારે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું મજૂરો દ્વારા આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે દરેક સમાજની બહેનોને જીવન જરૂરિયાત વસ્તુઓ પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આપવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેરની મેહતા માર્કેટમાં જ્યારે આવતીકાલે 36 વ્યક્તિઓ લગ્નગ્રંથિથી જોડાવાના છે ત્યારે હિન્દુ મુસ્લિમ તેમજ અન્ય જ્ઞાતિની ક્ધયાઓ પણ આ લગ્નમાં ભાગ લઈ રહી છે ત્યારે હાલમાં આ મજૂરો દ્વારા આ ક્ધયાઓને આશીર્વાદ આપે છે અને સાથે કરિયાવરનો સંપૂર્ણપણે કરિયાવર પણ આપે છે ત્યારે આ એક સુરેન્દ્રનગર શહેરમાં અન્ય પ્રકારની સેવા અને જ્યારે ભણેલા પણ ન કરી શકે તેવું કાર્ય હાલમાં સુરેન્દ્રનગર શહેરની મેતા માર્કેટના મજૂરો કરી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement