નવી દિલ્હી તા.18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં અમેરિકાની મુલાકાત લેશે અને તેમના સન્માનમાં પ્રમુખ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં ડીનરનું પણ આયોજન કરશે. શ્રી મોદીના કાર્યક્રમને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધો વધુને વધુ મજબૂત બનતા જાય છે. શ્રી મોદી જુન માસમાં જ અમેરિકા જશે અને વર્ષાંતે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હોવાથી મોદીની મુલાકાત અંગે તારીખ હવે ફાઈનલ થશે.
ભારત આ વર્ષે જ જી-20 દેશોનું યજમાન બન્યું છે અને પ્રમુખ પણ છે તેથી સપ્ટેમ્બર માસમાં દિલ્હીમાં જી-20 દેશોના રાષ્ટ્ર નેતાઓ ભારત આવશે તેના બાઈડન આવશે કે કેમ તે નિશ્ચીત નથી. બાઈડન બીજી ટર્મ માટે અમેરિકાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને જો તેમને પક્ષનું નોમીનેશન મળશે તો તેઓ જી-20 મીટીંગ સ્કીપ કરી શકે છે.