હવે ભારતમાં પણ ચેટ જીપીટી અને જીપીટી-4 સર્વિસ ઉપલબ્ધ

18 March 2023 02:07 PM
India Technology
  • હવે ભારતમાં પણ ચેટ જીપીટી અને જીપીટી-4 સર્વિસ ઉપલબ્ધ

આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પર આધારીત આ સર્વિસ માસિક 1650 રૂપિયામાં મળશે

નવી દિલ્હી તા.18 : હવે ભારતીય યુઝર પણ ચેટ જીપીટી પ્લસનું સબસ્ક્રીપ્શન લઈ શકે છે. મશીની સમજ (આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ) પર આધારીત આ ચેટવોટને બનાવનારી કંપની ઓએનએઆઈએ શુક્રવારે ટવીટ કરીને આ જાહેરાત કરી હતી. કંપનીએ એ પણ જણાવ્યું હતું કે ભારતીય યુઝર ચેટ જીપીટી પ્લસના માધ્યમથી નવું વર્ઝન જીપીટી-4નો પણ ઉપયોગ કરી શકશે. પેઈડ સર્વિસ માસીક 20 ડોલર એટલે કે 1650 રૂપિયામાં મળશે. તેને લેનાર ચેટજીપીટી પ્લસના યુઝર હાઈ ડિમાન્ડમાં પણ આ સેવાનો ઉપયોગ કરી શકશે. સાથે સાથે તેને નવા ફિચર આવનારા બધા સુધારા અને ચેટવોટથી વાત કરવા દરમિયાન ઝડપથી રિસ્પોન્સ પણ મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement