સિમલા તા.18 : હિમાચલ પ્રદેશમાં રજુ થયેલા બજેટમાં મુખ્યમંત્રી સુખ્ખુએ રાજયમાં વેચાતી શરાબની દરેક બોટલ પર રૂા.10નો કાઉ સેસ એટલે કે ગૌવંશના કલ્યાણ માટે ખાસ સેસ લાદ્યો છે. રાજયનું બજેટ રજુ કરતા તેઓએ જણાવ્યું કે પહેલા ગીતાના શ્લોકથી બજેટ ભાષણનો પ્રારંભ કર્યો હતો અને જાહેર કર્યુ હતું કે દરેક શરાબ બોટલ પર રૂા.10નો કાઉ સેસ રાજયમાં રાજય સરકારને રૂા.100 કરોડની વધારાની આવક આપશે જેનો ઉપયોગ ગૌવંશના કલ્યાણ માટે થશે.