મુંબઈ તા.18 : બોલિવુડની ઘણી એવી ફિલ્મો છે જેને આજે પણ યાદ કરાય છે. આવી જ એક ફિલ્મ છે -‘ગદર’. જેના ગીતો-ડાયલોગ આજે પણ યાદ કરાય છે. આ ફિલ્મની સિકવલ ‘ગદર-2’ની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂકયું છે. હવે નવી ખબર એ આવી છે કે સની દેઓલ અને અમિષા પટેલે ‘ગદર-2’નું શૂટીંગ પૂરું કરી લીધું છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ જે તારા અને સકીનાનો રોલ કરી રહ્યા છે તેને આગળ વધારવામાં આવ્યો છે. ઉત્કર્ષ શર્મા તેમના પુત્ર જીતેના રોલમાં જોવા મળશે. ફર્ક એટલો છે કે ‘ગદર-2’માં જીતે મોટો થઈ ગયો છે. ‘ગદર-2’ની કથા 1954થી 1971 દરમિયાનની છે. તેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનું 1971નું યુધ્ધ પણ દર્શાવાયું છે. ફિલ્મમાં અનેક ટ્વીટસ અને ધમાકેદાર એકશન સીન્સ છે. સિમરત કૌર ફિલ્મમાં જીતેની પ્રેકિનો રોલ કરી રહી છે. ‘ગદર’માં સન્ની દેઓલ હેન્ડ પંપ ઉખાડતો જોવા મળ્યો હતો. પણ ‘ગદર-2’માં તે બળદગાડાનું પૈડુ હવામાં ઉછાળતો જોવા મળશે.