શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી.ને રજૂઆત

18 March 2023 03:29 PM
Jamnagar
  • શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી.ને રજૂઆત

જામનગર તા.18: જામનગર શહેર અને જિલ્લામાં અમુક શખ્સો દ્વારા મોટરસાયકલ સહિતના વાહનોમાં ગેરકાયદેસર મોડીફિકેશન કરી.ધ્વનિ પ્રદૂષણ તેમજ સાઇલેન્સરો,હોર્ન અને આંખ અંજાઈ જાય તેવી લાઈટો નાખી રોડ ઉપર ડ્રાઇવિંગ કરતા હોય જેનાથી અન્ય વાહન ચાલકોને ભારે નુકસાન થતું હોય તે પ્રશ્નને લઈને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા રાહુલ બોરીચાએ જિલ્લા પોલીસવડા ને પત્ર લખી રજૂઆત કરી આ પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે.

જામનગર શહેર અને જિલ્લામાં રોડ ઉપર 18 વર્ષથી ઓછી વયના બાળકો લાયસન્સ ન ધરાવતા હોય એવા તેમજ અનેક મહિલાઓ અને પુરુષો પણ ગેરકાયદેસર રીતે ટ્રાફિક પોલીસની આંખમાં ધૂળ નાખીને વાહનો ચલાવી રહ્યા છે અને જેના અકસ્માતોના ભોગ અન્ય નિર્દોષ લોકો બની રહ્યા છે આમ લાયસન્સ વગર વાહન ચલાવીને માર્ગ ઉપર અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અમુક માર્ગો ઉપર વાહન ચાલકો મન ફાવે તેવા રોડ ઉપર જ વાહનો રાખીને વાર્તાલાપ કરતા હોય છે તેમજ રીક્ષા,સહિતના. વાહનચાલકો રોડ ઉપર પેસેન્જર ઉતારતા હોય છે રોડ ઉપર વાહન મૂકીને વાહનચાલકો રોડ ઉપર ચાલ્યા જાય છે.

જેને કારણે શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે આ ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં મોટરસાયકલ અને અન્ય વાહનોમાં સરકારના આરટીઓના નિયમ વિરુદ્ધ મોડીફિકેશન કરીને ધ્વની પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને હેવી હોર્ન પણ મોટી સાઈઝના નાખી રહ્યા છે આ ઉપરાંત આંખ અજાઈ જાય તેવી લાઇટો નાખીને રોડ ઉપર ડ્રાઇવિંગ કરે છે જેનાથી અન્ય વાહનચાલકોને મુશ્કેલી ઊભી થાય છે . આ તમામ પ્રશ્નને જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી મહાનગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા રાહુલ બોરીચાએ આ અંગે યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી એવી માંગ કરી છે


Advertisement
Advertisement
Advertisement