જાહેર ટ્રસ્ટોને વહીવટી ફાળાની રકમ તા.31મી માર્ચ સુધીમાં ભરવા તાકીદ

18 March 2023 03:30 PM
Jamnagar
  • જાહેર ટ્રસ્ટોને વહીવટી ફાળાની રકમ તા.31મી માર્ચ સુધીમાં ભરવા તાકીદ

જામનગર તા.18:
ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ જામનગર જિલ્લામાં નોંધાયેલા ટ્રસ્ટો પૈકીની સંસ્થાઓને વહીવટી ફાળાની રકમ જમા કરાવવા જાહેર ટ્ર્સ્ટોની નોંધણી કચેરી દ્વારા માંગણા નોટીસો મોકલેલ છે. જે સંસ્થા અને તેના ટ્રસ્ટી સંચાલકોએ નોટીસ મુજબની રકમ જમા કરાવેલ નથી તેવી સંસ્થાના ટ્રસ્ટીઓ સામે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 ની કલમ 59(1) તેમજ કલમ 66,67 ના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી કરવાપાત્ર થાય છે તેમ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી જામનગરના ઇ.ચા.મદદનિશ ચેરિટી કમિશનરશ્રી એ.એમ.પંડ્યા દ્વારા જણાવાયું છે.

જે ટ્રસ્ટોના તા.31-3-2022 કે તે અગાઉના વર્ષની ફાળાની રકમ ભરવાની બાકી હોય તેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.31-3-2023 સુધીમાં બાકી ફાળાની રકમનો ચેક/ડીડી/રોકડા મદદનિશ ચેરિટી કમિશનર જામનગરના નામે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, રૂમ નં.56-57, રાજપાર્ક, જામનગર-રાજકોટ રોડ, જામનગર ખાતે ભરી જવા અન્યથા તેવી સસ્થાઓ અને તેનાં ટ્રસ્ટીઓ સામે ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ 1950 ની કલમ 59(1) તેમજ કલમ 66,67 ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે તેમ મદદનિશ ચેરિટી કમિશનરશ્રી જામનગરની યાદીમાં જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement