ઓસ્કાર એવોર્ડ જીતનારી ફિલ્મ આરઆરઆર ટીમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની મુલાકાત લીધી હતી. પોપ્યુલર સ્ટાર રામચરણ અને મેગા સ્ટાર ચિરંજીવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અભિનંદન આપ્યા હતા. આગામી સમયમાં પણ ઈન્ડીયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉત્તમ ફિલ્મો બને તેવી શુભેચ્છા અમિતભાઈએ આપી હતી.