મુંબઈ તા.18 : ‘એવરીથીંગ એવરીવેર ઓલ એટ વન્સ’ફિલ્મમાં બેસ્ટ એકટ્રેસનો ઓસ્કાર એવોર્ડ જીતના એકટ્રેસ મિશેલ યોહનાં એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે આમિરખાનની ગ્રેટ ફેન હોવાનું જણાવ્યું છે. આમિરખાનની ફિલ્મ ‘લગાન’ ઓસ્કાર એવોર્ડના ઉંબરા સુધી પહોંચી ગઈ હતી પણ એવોર્ડ નહોતો મળ્યો પરંતુ આમિરખાન ઓસ્કાર વિનર કલાકારોના દિલમાં વસે છે!
મિશેલે આમિરખાન સાથે કામ કરવાની પણ ઈચ્છા વ્યકત કરેલી.મિશેલે તાજેતરમાં એશિયાની એકમાત્ર એકટ્રેસ તરીકે ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ સર્જયો હતો. મિશેલનાં જુના વાયરલ થયેલા ઈન્ટરવ્યુમાં તે આમિરખાનની મોટી ફેન હોવાનું તે જણાવે છે. મિશેલ કહે છે અમે બન્નેએ કયારેય સાથે કામ નહોતું કર્યુ પણ અમે બન્નેએ એનજીઓના બ્રાન્ડ એમ્બેસેડર છીએ કે જે પર્યાવરણના બચાવ માટે કામ કરે છે. હું તેની ગ્રેટ ફેન છુ. એ માત્ર અતુલનીય અભિનેતા જ નથી બલ્કે તે, માનવતાવાદી પણ છે. મને આશા છે કે મને તેની સાથે કામ કરવાનો મોકો મળે. મિશેલી આમીરખાન સ્ટારર ફિલ્મ ‘થ્રી ઈડીયટના’ વખાણ કર્યા હતા.