મુંબઈ: કોનમેન ઉર્ફે કૌભાંડી સુકેશ ચંદ્રશેખર હાલ રૂા.200 કરોડના મની લોન્ડરીંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં છે.જેલમાં રહીને પણ સુકેશ જેકલીનને સતત યાદ કરે છે અને અવાર-નવાર પ્રેમપત્રો મોકલી રહ્યા છે. સુકેશ સાથેની નિકટતાના કારણે જેકલીન પણ આ કેસમાં સંડોવાઈ છે.ફિલ્મ જેવી રોમાંચક અને અટપટી આ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
જેકલીન પર સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ગિફટસ લેવાનો આરોપ છે. સુકેશની કૌભાંડી કમાણીમાંથી કરોડોની ગીફટ લેવાના કારણે જેકલીન પોતે આ કેસમાં આરોપી બની છે અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની ટીમે તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. રિપોર્ટ મુજબ સુકેશ ચંદ્રશેખરના જીવન આધારીત ફિલ્મ બનાવવા માટે આનંદકુમાર તૈયારી કરી રહ્યો છે.ફિલ્મ મેકર આનંદકુમારે સુકેશ અંગે માહિતી ભેગી કરવા તિહાર જેલની મુલાકાતો પણ લીધી છે. તિહાર જેલનાં એસીપી દિપક શર્માએ પણ આનંદકુમારની મુલાકાતોને પુષ્ટિ આપી છે. દિપક શર્માએ આનંદકુમાર સાથે પોતાનો ફોટોગ્રાફ સોશ્યલ મીડીયા પર શેર કર્યો છે.
રિપોર્ટસ મુજબ આનંદકુમારે સુકેશ ચંદ્રશેખર અને જેકલીનની લવસ્ટોરી આધારીત ફિલ્મ બનાવવા છ મહિના માટે દિલ્હીની આલીશાન હોટેલ બુક કરાવી છે.ફિલ્મની કાસ્ટીંગ અંગે વધારે વિગતો બહાર આવી નથી.પરંતુ તેના ટાઈટલ અને ફાસ્ટીંગ અંગે ટુંક સમયમાં જાહેરાત થઈ છે 2024 ના વર્ષમાં આ ફિલ્મને રીલીઝ કરવાનો હાલ પ્લાન છે.માત્ર એક વર્ષમાં ફિલ્મને રીલીઝ કરવાનો પ્લાન હોવાથી એ-ગ્રેડ સ્ટાર્સની તારીખો મળવી મુશ્કેલ છે.