► ભારતમાં ઘરેલુ ઝઘડામાં મહિલાઓના આપઘાતના 28680 કેસ સામે પુરૂષોના આત્મહત્યાના 81063 કેસનો હવાલો આપી દિલ્હીના વકીલની દલીલ-પતિઓનું પણ સાંભળો
નવી દિલ્હી તા.18 : ઘરેલુ ઝઘડામાં મોટેભાગે પત્નિ પર પતિ દ્વારા અત્યાચારના કેસ બહાર આવતા હોય છે. પરંતુ ઘરેલુ ઝઘડામાં પત્નિ કરતા પુરૂષોની આત્મહત્યાનો મોટો આંકડો બહાર આવ્યો છે!રાષ્ટ્રીય મહિલા આયોગની જેમ રાષ્ટ્રીય પુરૂષ આયોગની રચના કરવાની માંગ એક વકીલ મહેશકુમાર તિવારીએ કરી છે.
તેમણે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડાનો હવાલો આપીને દાવો કર્યો છે, કે વર્ષ 2021 માં દેશભરમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં આત્મહત્યા કરનારાઓમાં વિવાહીત પુરૂષોની સંખ્યા 81066 હતી જયારે વિવાહીત મહિલાઓની સંખ્યા 28,680 હતી. આ વકીલ મહેશકુમાર આ સામાજીક અન્યાયનો મુદ્દો છેડતા જણાવ્યું હતું કે ડેવલપ કન્ટ્રીઝ જેવા કે યુકે, યુએસ, કેનેડામાં ઘરેલુ હિંસાનો કાયદો ન્યુટ્રલ જેન્ડર (જાતિ મામલે સમાન)છે જયારે ભારતમાં તે સ્પેસીફીક છે. એટલે કે મહિલાઓ માટે છે.
નેશનલ હ્યુમન રાઈટસ પાસે પણ કોઈ સ્પેસીફીક લો નથી જે આ ઈસ્યુને ડીલ કરી શકે.તિવારી કહે છે હું મહિલાઓ વિરોધી નથી. બસ, ઈચ્છૂ છુ કે પુરૂષોને પણ સમાન અધિકાર મળે. તિવારી કહે છે કે પતિની પાસે પત્નિ જેવા સમાન કાનુની અધિકાર નથી. પરંતુ કેટલાંક કાનુની અધિકાર પોતાની સુરક્ષા અને માન-સન્માન માટે છે.પતિ ઘરેલુ હિંસામાં પોલીસની મદદ લઈ શકે છે.જો પત્નિ પતિની મારકુટ કરતી હોય, તેની સાથે ખોટુ કામ કરવાનું દબાણ કરતી હોય તો પતિ પણ 100 નંબર પર કે મહિલા હેલ્પલાઈન 1901 ખાતે કોલ કરી પોલીસની મદદ લઈ શકે છે.
તિવારીએ જણાવ્યું હતું કે પતિને માનસીક રીતે પરેશાન કરતી પત્નિ સામે પોલીસ અને કોર્ટની મદદ લઈ શકે છે. ઘરેલુ હિંસાના બારામાં સુપ્રિમ કોર્ટનાં નિષ્ણાંત વકીલો કહે છે કે પત્નિ પાસે ઘરેલુ હિંસાનો કાયદો છે તેવો પતિ માટે આજ સુધી બન્યો જ નથી. પત્નિના કોઈની સાથે ફીઝીકલ રીલેશન, અફેર હોય તો પતિ તલાક માંગી શકે છે. આ વકીલોએ ઝેરીટલ રેપના બારામાં જણાવ્યું હતું કે ભારમાં મેરીટલ ટ્રેપ અપરાધ નથી, બંધારણમાં તેના માટે સજાની જોગવાઈ નથી પરંતુ પત્નિની વય 15 વર્ષથી ઓછી છે તો તેની સહમતી વિના શારીરીક સબંધ મેરીટલ રેપ બને છે.