પૂરપાટ ઝડપે વાહન ચલાવનારાની ખેર નથી ! પોલીસની ‘સ્પીડગન’માં તુરંત પકડાઈ જશે’ને આવી જશે મેમો

18 March 2023 04:06 PM
Rajkot Saurashtra
  • પૂરપાટ ઝડપે વાહન ચલાવનારાની ખેર નથી ! પોલીસની ‘સ્પીડગન’માં તુરંત પકડાઈ જશે’ને આવી જશે મેમો
  • પૂરપાટ ઝડપે વાહન ચલાવનારાની ખેર નથી ! પોલીસની ‘સ્પીડગન’માં તુરંત પકડાઈ જશે’ને આવી જશે મેમો
  • પૂરપાટ ઝડપે વાહન ચલાવનારાની ખેર નથી ! પોલીસની ‘સ્પીડગન’માં તુરંત પકડાઈ જશે’ને આવી જશે મેમો
  • પૂરપાટ ઝડપે વાહન ચલાવનારાની ખેર નથી ! પોલીસની ‘સ્પીડગન’માં તુરંત પકડાઈ જશે’ને આવી જશે મેમો
  • પૂરપાટ ઝડપે વાહન ચલાવનારાની ખેર નથી ! પોલીસની ‘સ્પીડગન’માં તુરંત પકડાઈ જશે’ને આવી જશે મેમો

► અત્યાર સુધી હાઈ-વે ઉપર જ સ્પીડ ગન લઈને ઉભી રહેતી પોલીસ શહેરમાં 18 પોઈન્ટ ઉપર રહેશે તૈનાત

► ગાંધીનગરથી સ્પીડગન આવી ગયા બાદ સ્ટાફને તાલીમ આપવાનું શરૂ: તીવ્ર ગતિએ વાહન દોડતું હોવાને કારણે અકસ્માતોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારની વધુ એક પહેલ

રાજકોટ, તા.18
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા અકસ્માતો ઘટાડવા માટે તરેહ તરેહના પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે છતાં વાહન સ્પીડમાં જ ચલાવવાનો શોખ ધરાવતાં લોકો ઉપર તેની કોઈ જ અસર જોવા મળી રહી નથી. દરમિયાન હવે પોલીસ દ્વારા વાહનોની ‘ઝડપ’ મર્યાદામાં રાખવા માટે ટેક્નોલોજીનો સહારો લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી શહેરની ભાગોળે પોલીસ દ્વારા સ્પીડગન મારફતે નિર્ધારિત ઝડપ કરતાં વધુ ઝડપે ચાલતાં વાહનને કેમેરામાં કેદ કરીને તેને દંડ ફટકારવામાં આવી રહ્યો હતો ત્યારે હવે આ સ્પીડગનનો ઉપયોગ શહેરમાં પણ આજથી જ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરકાર દ્વારા આ માટે રાજકોટ ટ્રાફિક પોલીસને 18 જેટલી સ્પીડગન આપવામાં આવી છે જેનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા કયા વિસ્તારમાં આ ગન સાથે સ્ટાફને તૈનાત રાખવો તે સહિતની તાલીમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ‘રૂડા’ કચેરીની સામે આવેલી ટ્રાફિક બ્રાન્ચ કચેરીએ આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજે ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતનાને આ માટે તાલીમબદ્ધ કરાયા હતા. સંભવત: આજે સાંજથી જ આ ગન સાથે વિવિધ 18 પોઈન્ટ ઉપર સ્ટાફને તૈનાત કરી દેવામાં આવશે.

આ સ્પીડગન અંગે ટ્રાફિક પીએસઆઈ કિયા ચોટલીયા, પ્રવીણ ધામા સહિતનાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી આ સ્પીડગન સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવી છે. સ્પીડગનનો અમલ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં શરૂ થઈ ચૂક્યો છે ત્યારે હવે રાજકોટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી હાઈ-વે ઉપર જ ટ્રાફિક પોલીસ દ્વારા આ ગનનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે શહેરમાં પણ તેની જરૂરિયાત લાગી રહી હોવાથી અહીં પણ ટ્રાફિક વિભાગ આ ગનનો ઉપયોગ કરશે.

18 જેટલી સ્પીડગન શહેરના અલગ-અલગ પોઈન્ટ ઉપર રાખવામાં આવશે. આ ગનમાં મોબાઈલ ફોન એટેચ કરવામાં આવશે જેનો કેમેરો પણ ચાલું રહેશે. જ્યારે ગન મારફતે સામેથી વાહન આવતું હશે તો તુરંત જ સ્પીડગનમાં તેનો ફોટો ક્લિક થઈ જશે અને આપોઆપ મેમો જનરેટ થઈ જશે.

જો કોઈ વાહનચાલક ફટાફટ નીકળી જશે તો પછી મેમો સીધો તેના ઘેર આવી જશે. અલગ-અલગ પોઈન્ટ ઉપર આ ગન રાખવામાં આવશે અને તે પોઈન્ટ ઉપર વાહન ચલાવવાની સ્પીડમર્યાદા જેટલી હશે તેના કરતાં વધુ સ્પીડથી કોઈ વાહન પસાર થશે એટલે તુરંત તેની સામે દંડરૂપી કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement