મધ્યપ્રદેશ કરૌલી માતાના મંદિરે જતા 17 શ્રદ્ધાળુઓ ચંબલ નદીમાં ડૂબ્યા, 8ને બચાવાયા, 3ના મોત

18 March 2023 04:09 PM
India
  • મધ્યપ્રદેશ કરૌલી માતાના મંદિરે જતા 17 શ્રદ્ધાળુઓ ચંબલ નદીમાં ડૂબ્યા, 8ને બચાવાયા, 3ના મોત

મધ્યપ્રદેશ, તા. 18 : મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ચંબલ નદી પાર કરતી વખતે 17 શ્રદ્ધાળુઓ નદીમાં જ ડૂબી ગયા હતા. જો કે, તેમાંથી 8 લોકો રાજસ્થાન તરફ તરીને બહાર નીકળી ગયા હતા, જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના બાદ તરવૈયા પાણીમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા. ત્યારે 4 લોકો હજુ પણ ગુમ છે. ઘટના ટેંટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયડી-રાધેન ઘાટની છે.

ચંબલ નદીમાં ડૂબી ગયેલા તમામ શ્રદ્ધાળુઓ શિવપુરી જિલ્લાના હોવાનું જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શિવપુરી જિલ્લાના સિલાઈચૌન ગામના રહેવાસી કુશવાહા સમુદાયના 17 લોકો કરૌલી માતાના મંદિરે દર્શન કરવા માટે પગપાળા ગયા હતા. ભક્તોમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ સામેલ હતી. આજે શનિવારે સવારે, મુરેના જિલ્લાના ટેંટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત રાયડી-રાધેન ઘાટ પર શ્રદ્ધાળુઓ ચંબલ નદી પાર કરી રહ્યા હતા, તે દરમિયાન તમામ લોકો પાણીના જોરદાર પ્રવાહમાં વહેવા લાગ્યા.

તેમાંથી 8 લોકો તરીને નદીના બંને ઘાટ પર પહોંચ્યા હતા, જ્યારે 7 લોકો પાણીમાં ફસાયા હતા. આ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સમાચાર મળતા જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અધિકારીઓએ તરવૈયાઓની ટીમને બોલાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. લગભગ 2 કલાકની મહેનત બાદ તરવૈયાઓએ પાણીમાંથી એક મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. નદીમાં ડૂબનારાઓમાં મહિલા અને પુરૂષ શ્રદ્ધાળુઓ હોવાનું જણાવાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement