દહેરાદૂન તા.18
બદરીનાથ-કેદારનાથ ધામ બાદ હવે ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન વિના કોઈપણ તીર્થ યાત્રીને ચાર ધામમાં દર્શન કરવાની મંજૂરી નહીં મળે. ઉત્તરાકંડ સરકાર તરફથી વોટ્સ એપ સહિત ચાર વિકલ્પોથી તીર્થ યાત્રી ચાર ધામ જતા પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બદરીનાથ ધામના કપાટ (દ્વાર) 27 એપ્રિલ અને કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે કુલશે. જયારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે 22 એપ્રિલે ખુલશે. યાત્રીઓ સહિત યાત્રીઓના વાહનનું પણ રજિસ્ટ્રેશન થશે.