દેશમાં સૌથી વધુ વેચાણ ધરાવતી બોટલ વોટર કંપની પાર્લે દ્વારા તેની સૌથી લોકપ્રિય બ્રાન્ડ બિસ્લેરી રૂા.7000 કરોડમાં ટાટા ગ્રુપને વેંચવા માટેની જે યોજના હતી તે હાલ પૂરતી સ્થગિત થઇ ગઇ છે. ટાટા કન્ઝયુમર પ્રોડકટ દ્વારા જાહેર કરાયું છે કે તે બિસ્લેરી ખરીદવા માંગતી નથી.
હાલ આ અંગે જે વાતચીત ચાલતી હતી તે બંધ કરી દેવાઇ છે. અને શેરબજારને પણ જાણ કરવામાં આવી છે કે કંપની એ પાર્લે જૂથ સાથે કોઇ કરાર કર્યા નથી. બિસ્લેરીએ ભારતમાં બોટલ વોટરમાં સૌથી મોટુ માર્કેટ ધરાવે છે.
બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણે અગાઉ 7000 કરોડમાં તેની આ બ્રાન્ડ વેંચવાની તૈયારી બતાવી હતી. 19પ0માં જયંતિલાલ ચૌહાણે પાર્લે ગ્રુપની સ્થાપના કરી જે એક સમયે થમ્સઅપ સહિતની બ્રાન્ડ ધરાવતું હતું.