એચડીએફસી અને એચડીએફસી બેંકના વિલીનીકરણને મંજૂરી

18 March 2023 04:49 PM
India
  • એચડીએફસી અને એચડીએફસી બેંકના વિલીનીકરણને મંજૂરી

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે એચડીએફસી (હાઉસીંગ ફાયનાન્સ કંપની) અને એચડીએફસી બેંકના વિલીનીકરણને મંજૂરી આપી છે. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટુ કોર્પોરેટ મર્જર ગણવામાં આવે છે.

એચડીએફસી દેશની સૌથી મોટી હાઉસીંગ ફાયનાન્સ કંપની છે અને એચડીએફસી બેંક દેશની સૌથી મોટી ખાનગી બેંક છે અને ગત વર્ષે બંનેના વિલીનીકરણની જાહેરાત કરવામાં આવી હતી અને હવે તમામ પ્રકારની મંજૂરી મળી જતા આગામી વર્ષે બંને એક થઇ જશે અને એચડીએફસીનો હાઉસીંગ લોન પોર્ટફોલિયો અને ડીપોઝીટ બંને એચડીએફસી બેંકમાં સમાઇ જશે.

એચડીએફસી પર રૂા. પાંચ લાખનો દંડ
રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ એચડીએફસી બેંક પર પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. 2019-20 વર્ષના પાકી ગયેલી ડિપોઝીટ જે તે થાપણદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં એચડીએફસી નિષ્ફળ ગઇ હતી અને તે બદલ આ દંડ ફટકારાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement