દિલ્હી-એનસીઆરમાં કરા વૃષ્ટિ બે દિ’વરસાદની આગાહી

18 March 2023 04:52 PM
India
  • દિલ્હી-એનસીઆરમાં કરા વૃષ્ટિ બે દિ’વરસાદની આગાહી

ભારે વરસાદ અને હવાએ બદલ્યો મોસમનો મિજાજ

નવી દિલ્હી તા.18 : દેશમાં અનેક ઠેકાણે ઉનાળાનાં પ્રારંભમાં ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે દિલ્હી-એનસીઆરમાં વરસાદની સાથે કરા પડયા હતા.વરસાદ અને ભારે પવને મોસમનો મિજાજ બદલી નાખ્યો હતો. આ અંગેની વિગત મુજબ દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે કરા વરસાદ થયો હતો સાથે સાથે તાપમાન 30 ડીગ્રીથી ઘટી ગયુ હતું અને આગામી બે દિવસ સુધી આ સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 21 માર્ચથી હવામાન સાફ થશે અને ફરી ગરમીની અસર દેખાશે. શુક્રવારે ઉતર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉતરાખંડમાં ગર્જના સાથે હળવો વરસાદ પડયો હતો.યુપીમાં ઝાંસી સહીત અનેક જીલ્લામાં કરાવૃષ્ટિ પણ થઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement