એલએનજીના ભાવમાં મોટો ઘટાડો : ડોમેસ્ટીક ગેસ સસ્તો થઇ શકશે

18 March 2023 04:54 PM
India
  • એલએનજીના ભાવમાં મોટો ઘટાડો : ડોમેસ્ટીક ગેસ સસ્તો થઇ શકશે

નવી દિલ્હી, તા. 18
વિશ્વમાં ક્રુડ તેલના ભાવમાં દબાણ છે તો સાથોસાથ વૈશ્વિક એલએનજી (લીકવીફાઇડ નેચરલ ગેસ)ના ભાવમાં ઘટાડો થતા આગામી સમયમાં ભારતમાં પણ ઘરેલુ ગેસ સસ્તો થઇ શકે છે. એલએનજીના ભારતમાં આયાતકારમાં ગેલ ઇન્ડીયા ઉપરાંત ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન (ગુજરાત ગેસ), પેટ્રોનેટ એલએનજી અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન છે.

હાલ એલએનજીનો ભાવ 13 થી 14 ડોલર પ્રતિ મીલીયન મેટ્રીક બ્રિટીશ થર્મલ યુનિટ(એમએમબીટીયુ)નો ચાલી રહ્યો છે અને આ ભાવ યથાવત રહેશે તેવું મનાય છે. અથવા તો તેમાં થોડો ઘટાડો થશે. એક વર્ષ અગાઉ આ ભાવ 30 થી 3પ ડોલર પ્રતિ એમએમબીટીયુનો હતો.

ગેલ ઇન્ડીયા કે જે ભારતભરમાં ગેસની પાઇપલાઇન મારફત ગેસ પૂરો પાડે છે તે તથા અન્ય કંપનીઓ આગામી સમયમાં આ ભાવ સ્થિર રહે તો ઘરઆંગણે ભાવ ઘટાડશે અને તેના કારણે ગેસ વિજ મથકોને પણ ફાયદો થશે. ભારતમાં શુધ્ધ ઇંધણ તરીકે ગેસની માંગ વધી રહી છે તે પણ ગ્રાહકોને માટે સારા સમાચાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement