શહેરનાં પોપટપરા શેરી નં.13/7 ના ખુણે રહેતી કિંજલ મહેશભાઈ ટાળીયા ઉ.વ.20 તા.4-3-2023 ના રોજ સાંજે 4 વાગ્યે પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા જતા તેમના પરિવારજનોએ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ગુમ નોંધ લખાવી છે. ગુમ થનાર કિંજલ વાને ઘઉંવર્ણા છે.પાતળો બાંધો છે. પોતે પરીણિત છે અને કાંડા ઉપર સ્ટાર ત્રોફાવેલ છે તેમના અંગે કોઈને વિગત મળે તો પ્રદ્યુમનનગર પોલીસ મથકે જાણ કરવા પીઆઈ એમ.જી.વસાવાએ અનુરોધ કર્યો છે.