મહેશપુર (યુપી) તા.18 : વીજ કર્મચારીઓની હડતાલના કારણે હજારો ઘરોમાં બતી ગુલ થઈ ગઈ છે. બે ગણા ભાવે પાણી મળે છે, મોબાઈલ બંધ પડી ગયા છે, લોકો મીણબતીના સહારે આવી ગયા છે. વીજ કર્મચારીઓની હડતાલથી મહેશપુર, સરસ્વતીનગરમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
હેરાન પરેશાન લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવો કરી સૂત્રોચ્ચાર કરી રસ્તો જામ કરી દીધો હતો. વીજળીના અભાવે લોકોને ડંકી ચલાવીને પાણી ભરવું પડે છે. કોઈ લોકો સાઈકલ કે વાહનોની મદદથી પાણી લઈ જતા જોવા મળી રહ્યા છે, કયાંક ટેન્કરથી પાણી મોકલાઈ રહ્યું છે.
હડતાલની અસર ઔદ્યોગીક એકમો પર પણ પડી છે. અનેક ઔદ્યોગીક એકમો ઠપ્પ થઈ ગયા છે. લોકોને જનરેટર, ઈનવર્ટરનો સહારો લેવો પડી રહ્યો છે.