♦ છત પરથી પોલીસ ગોળીબારની ચર્ચા: બંગલાના અનેક ભાગોમાં પોલીસનો કબજો: સેકડોની ધરપકડ
લાહોર: પાકિસ્તાનમાં વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં મળેલી ભેટો મફતમાં અને ઓછા ભાવે પડાવી લેવા તથા ગપચાવી જવાના તૌશાખાના કેસમાં આજે ઈસ્લામાબાદ અદાલતમાં હાજર થવા જઈ રહેલા પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનના કાફલાની ગાડીઓ એક બીજા સાથે ટકરાઈ પડતા ધમાસાણ સર્જાયો હતો તો બીજી તરફ પાક પોલીસે લાહોરમાં ઈમરાનખાનના બંગલામાં પોલીસ ઘુસી છે તથા તેના અનેક ભાગો પર બ્લુ પ્રિન્ટ પણ ચલાવાઈ રહ્યું હોવાના ખબર છે.
છેલ્લા કેટલાક દિવસની ધરપકડ વોરન્ટ સામે કાનુની બાદ આજે ઈમરાનખાનને ઈસ્લામાબાદની અદાલતમાં હાજર થવાનું અલ્ટીમેટમ હતું અને સવારે 8 વાગ્યે તે લાહોર ખાતેના નિવાસેથી તેના ગાડીના કાફલા અને ટેકેદારો સાથે રવાના થયો હતો તેમાં થોડે જ દૂર ઈમરાનની કારના કાફલા એકબીજા સાથે ટકરાતા અનેક ઘાયલ થયા હતા.
બીજી તરફ ઈમરાનના આગમન પુર્વે ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ થઈ છે. ઈમરાનખાન રવાના થયા બાદ પાક પોલીસની બખ્તરબંધ ટુકડીઓ આજે સમર્થકોથી ઘેરાયેલા જમના પાર્કના ઈમરાનના બંગલામાં ઘુસવા માટે બુલડોઝર મંગાવીને તેનો ગેટ તથા કમ્પાઉન્ડવોલ તોડી નાંખીને અંદર રહેલા ઈમરાનના સમર્થકોને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો તથા મળતા અહેવાલ મુજબ ઈમરાનના ઘરની છત પરથી પોલીસ પર ગોળીબાર પણ થયા છે.
જો કે પોલીસે ઈમરાનના અનેક સમર્થકોને ઝડપીને સમગ્ર એરીયા ખાલી કરાવવા કાર્યવાહી શરુ કરી છે તથા બંગલાના અનેક ભાગમાં કબજો કરી દીધો છે. અગાઉ પોલીસ તા.14ના રોજ અહી ઈમરાનની ધરપકડ કરવા તૈયારી કરી તે સમયે પોલીસમાં થયેલા હુમલા બાદ આજના એકશન આવ્યુ છે અને સમગ્ર બંગલામાંથી ઈમરાનના સમર્થકોને દૂર કરાયા હતા.