ઈમરાનને ધરપકડનો ભય: ટેકેદારોને ઈસ્લામાબાદ પહોચવા જણાવ્યું: પાક પાટનગરમાં તનાવ

18 March 2023 05:05 PM
India World
  • ઈમરાનને ધરપકડનો ભય: ટેકેદારોને ઈસ્લામાબાદ પહોચવા જણાવ્યું: પાક પાટનગરમાં તનાવ

અદાલત સમક્ષ હાજર થવા નીકળેલા પુર્વ વડાપ્રધાનની કારના કાફલાને મામુલી અકસ્માત

ઈસ્લામાબાદ: પાકમાં તોશખાના કેસમાં આજે અદાલતમાં હાજર થવા માટે ઈસ્લામાબાદ જવા રવાના થયેલા પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનના કાફલાની ત્રણ કાર એકબીજા સાથે પકડાઈ પડી હતી.

જો કે ઈમરાનને કોઈ ઈજા થઈ ન હતી અને તે અન્ય કારમાં ઈસ્લામાબાદ જવા રવાના થયા હતા. જો કે એક ટોલનાકા પર તેના કાફલાને રોકવામાં આવ્યો.

ઈમરાને આક્ષેપ કર્યો કે, અદાલતે જામીન આપ્યા હોવા છતાં પોલીસ મારી ધરપકડ કરવા માંગે છે. તેણે પોતાના સમર્થકોને ઈસ્લામાબાદ પહોચવા જણાવાતા પાકના પાટનગરમાં કલમ 144નો અમલ જાહેર કરાયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement