► જાલંધર પાસેના ગુરૂદ્વારાથી મર્સીડીઝમાં નાસેલા અમૃતપાલનો 50 પોલીસ જીપનો પીછો: ઘેરી લેવા તૈયારી: અનેક સમર્થકોની અટકાયત
અમૃતસર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને ધમકી આપનાર ખાલીસ્તાની સમર્થક નેતા અમૃતપાલ સામે આખરે પંજાબ પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી છે અને તેની ધરપકડ કરવા ગયેલી ટીમને જોતા જ અમૃતપાલને તેની મર્સીડીઝ કારમાં નાસી છુટયો હતો તથા પોલીસે તેના 6 ટેકેદારોની ધરપકડ કરી હતી.
જો કે નાસી રહેલા અમૃતપાલની કારનો પંજાબ પોલીસની 50 જેટલી ગાડીઓ અલગ અલગ માર્ગ તેને ઘેરવા માટે પીછો કરી રહી છે અને ગમે તે સમયે તેને ઝડપી લેવામાં આવશે અમૃતપાલ સામે અત્યારે 3 કેસ દાખલ છે અને હાલમાં જ અમિત શાહને તેના હાલ ઈન્દીરા જેવા કરવાની ધમકી આપ્યા બાદ તેને ઘેરવાની કામગીરી શરુ થઈ હતી.
અમૃતપાલને જાલંધરના શાહકોટમાં એક કાર્યક્રમમાં જવાનું હતું તે સમયે ગુરુવારા માટે ભારે પોલીસ બંદોબસ્ત તથા વધારાના પોલીસદળ ખડકી દેવાયા હતા. પોલીસને જોઈને અમૃતપાલ તેની મર્સીડીઝમાંજ અન્ય માર્ગે નાસતા અગાઉથી તૈયાર રહેલી પોતાની 50થી વધુ ગાડીઓએ તેનો પીછો કર્યો છે. પોલીસે બેરીકેડ તોડીને નાસતા તેના છ ટેકેદારોની ધરપકડ કરી છે. તે ખુદને ભારતીય નાગરીક માનતો નથી અને વારીસ પંજાબ સંગઠન મારફત તે ખાલીસ્તાની ચળવળને ટેકો આપતો હતો.