રાજકોટ,તા.18 : રૈયારોડ પર આલાપગ્રીન સીટી પાછળ અમૃતપાર્ક શેરી નં.6માં ચાલતી મહીલા જુગાર-કલબમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી, એરેજના સંચાલક સહીત છ જુગારીને દબોચી રૂ।.43800ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પી.આઈ.વાય.બી. જાડેજાના માર્ગદર્શનમાં પી.એસ.આઈ.એન.જે.ફુલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે રૈયારોડ પર આલાપગ્રીન સીટીની પાછળ અમૃતપાર્ક શેરીનં.6માં આવેલ અમૃતમ્ નામના મકાનમાં રહેતી જલ્પાબેન તુષાર ગણાત્રા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર-કલબ ચલાવે છે
તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતાં જલ્પાબેન તુષાર ગણાત્રા (ઉ.વ.38),મોહીન કિશોર મકવાણા (ઉ.વ.34) (ધંધો ઓટોગેરેજ), (રહે.ભોમેશ્વરવાડી શેરી નં.4, જામનગર રોડ) જયદીપ મહેશ મહેતા (ઉ.વ.33), (રહે.ગાંધીનગર શેરી નં.3)દર્શીત જમનાદાસ મહેતા (ઉ.વ.42) (ધંધો-ફ્રુટનો વેપાર) (રહે.જંકશન પ્લોટ શેરી નં.12, વેદમાતા એપા.બ્લોક નં.1) અને દિનેશ મહેશ માંડ (ઉ.વ.27) (ધંધો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) (રહે.બજરંગવાડી, પુનિતનગર શેરીનં.1)ને દબોચી રૂ।.43800ની રોકડ કબ્જે કરી હતી.