રાજકોટ,તા.18 : બાલાજી મિત્ર મંડળ દ્વારા સ્વ.જશવંતીબેન ભુપતભાઈ ખખ્ખરની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે સિવિલ હોસ્પિટલનાં જરૂરિયાત દર્દીઓ અને થેલેસેમિયા પીડીત બાળકોનાં લાભાર્થે સ્વામીનારાયણ ચોક ખાતે તા.19ને રવિવારે સવારનાં 9 થી 1 સુધી સ્વામીનારાયણ ચોક, પી.ડી.માલવીયા કોલેજની પાછળ, રાજકોટ ખાતે યોજાનાર છે.
રકતદાન કેમ્પની સાથોસાથ માઁ અમૃતમ કાર્ડનો કેમ્પ પણ યોજાનાર છે જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સ્થળ ઉપર કાર્ડ કાઢી આપવામાં આવશે. આ બંન્ને કેમ્પોનો લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે. આ કેમ્પને સફળ બનાવવા હિતેષભાઈ ખખ્ખર (બાલાજી)મીત ખખ્ખર, ધર્મેશભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, મીતભાઈ શીંગાળા, નિર્મલભાઈ ઝાલાવાડીયા, ધાર્મિકભાઈ ઝાલાવાડીયા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમીપભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચા, પાર્થભાઈ લાલચેતા, સિદ્ધાર્થભાઈ ચૌહાણ વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.
પક્ષીઓના માળા-પાણીના કુંડાનું વિતરણ
બાલાજી મિત્ર મંડળ દ્વારા કાલે તા.19ને રવીવારે સવારના 9 થી 11 સુધી વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્યે ચકલીના માળા, પક્ષીઓના પાણી પીવાના કુંડાનું સ્વામીનારાયણ ચોક, પી.ડી.માલવીયા કોલેજની પાછળ રાખેલ છે.