રાજકોટ,તા.18
જેતપુરમાં બગીચા પાસે બટેટાની સાથે દારૂનો વેપાર કરતો વેપારીને દારૂની બોટલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર જેતપુર પોલીસ મથકના પી.આઈ.હેરમાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે જેતપુરના એન.જી.રોડ સરદાર પાર્ક બગીચાના આગળના ભાગે જાહેર રોડ પર બટેટાનો થડો નાખી બેસેલ વેપારી બટેટાની સાથે દારૂનું વેચાણ કરે તેવી બાતમીના આધારે ડે્રડ કોન્સ્ટેબલ સિંજાત અને સ્ટાફે દરોડો પાડી વેપારીને પકડી તેનું નામ પુછતા કિશોર લખમણ સોલંકી (ઉ.વ.50) (રહે.ગુજરાતીની વાડી, જેતપુર) જણાવ્યું હતું.
જેની પાસે રહેલ બટેટાના બાચકામાં તપાસ કરતાં દારૂની એક બોટલ મળી આવતાં આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતાં તે બોટલ વેચાણ માટે રાખી હોવાનું કબુલ્યું હતું.