રાજકોટ, તા.18
શહેરમાં માવતરે રિસામણે રહેતા પરિણીતા રીનાબેન દિપકભાઇ રાવતના લગ્ન 2017 માં દિપકભાઇ હસમુખભાઈ રાવત (મું.ખંભાળા જી.પોરબંદર) સાથે થયા હતા. દરમિયાન અણબનાવ બનતા રીનાબેન રાવત તેમના પીયરમાં રહેવા આવતા રહ્યા હતા. જે પછી પતિ દ્વારા ભરણપોષણની કોઈ જવાબદારી નહીં નીભાવતા પતિ દિપકભાઇ રાવત વિરૂધ્ધ ભરણપોષણ મેળવવા રાજકોટ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
જે અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ અરજદાર પરિણીતાના એડવોકેટની દલીલો માન્ય રાખી અદાલતે વચગાળાના ભરણપોષણ પેટે અરજદારને માસીક રૂ.3 હજાર મુળ અરજીની તારીખથી નિયમીત પતિએ ચુકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર રીનાબેન વતી ફેમીલી કોર્ટના લીગલ એઈડના પેનલ એડવોકેટ પરેશ બી. મૃગ રોકાયા હતા.