રાજકોટ,તા.18
ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ પોકસો એટ્રોસીટી અને બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં સ્પે.પોકસો કોર્ટે આરોપીઓ કિશન વલ્લભભાઈ ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની સાગરભાઈ ગોરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે આરોપીઓ કિશન તથા મુકેશ ઉર્ફે ગની વિરૂદ્ધ પોકસો એટ્રોસીટી અને બળજબરીથી કઢાવી લેવાના ગુનાની ફરીયાદ થયેલ હતી. જે ફરીયાદના અનુસંધાને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ થયેલ હતી અને ચાર્જશીટ આવતા કેસની ટ્રાયલ શરૂ થયેલ હતી. જેમાં ભોગ બનનાર તથા ફરીયાદી તથા અન્ય સાહેદોની જુબાનીઓ થયેલ હતી.
જે બાદ બંને પક્ષો તરફે દલીલ થયેલ હતી. જેમાં બચાવપક્ષે થયેલ દલીલો તથા પુરાવો ધ્યાને લઈ રાજકોટના એડી.સેશન્સ જજ એ.વી.હીરપરાએ આરોપીઓ કિશન ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની ગોરને છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપીઓ તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી કિશનભાઈ બી.વાલવા, યુનુસભાઈ ખોરજીયા, વિજયભાઈ બી.જોશી રોકાયેલ હતાં.