રાજકોટ, તા. 18 : મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ આજે વધુ 10 મિલ્કત સીલ કરી બે નળ કનેકશન કાપી નાંખ્યા હતા. વોર્ડ નં.2માં એરપોર્ટ રોડ પર એક સીલની કાર્યવાહી કરતા રૂા.50 હજારની રીકવરી થઇ હતી. વોર્ડ નં.3ના રેલનગરમાં બે, જામનગર રોડ પર ત્રણ, પરસાણાનગરમાં પાંચ જપ્તી નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.4ના મોરબી રોડ પર ચાર જપ્તી, બેમાં રીકવરી, મેઇન રોડ પર એક નળ કનેકશન કપાયું હતું. વોર્ડ નં.પમાં કુવાડવા રોડ પર સીલની કાર્યવાહી કરતા રીકવરી થઇ હતી તો રણછોડનગરમાં એક નળ કનેકશન કાપવામાં આવ્યું હતું.
વોર્ડ નં.6માં ભાવનગર રોડ, ગોવિંદબાગ મેઇન રોડ, વોર્ડ નં.7માં કિસાનપરા, વોર્ડ નં.8માં 150 ફુટ રોડ, વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં.10માં કાલાવડ રોડ, વોર્ડ નં.11માં નાના મવા રોડ, વોર્ડ નં. 12માં મવડી, વોર્ડ નં.13માં સમ્રાટ ઇન્ડ., ગોંડલ રોડ, ગુલાબ વાડી, વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી, વોર્ડ નં.15માં આજી વસાહત, વોર્ડ નં.16ના જંગલેશ્વર, કોઠારીયા રોડ, વોર્ડ નં.17માં મેઘાણીનગરમાં નોટીસ અને સીલની કાર્યવાહી કરાતા રીકવરી થઇ હતી. આજે કુલ 44 મિલ્કતને જપ્તી નોટીસ અપાતા 86.62 લાખની રીકવરી થયાનું ટેકસ વિભાગે જણાવ્યું હતું.