ધો.12 સામાન્ય પ્રવાહના ભૂગોળના પેપરમાં 133 છાત્રો ગેરહાજર

18 March 2023 06:12 PM
Rajkot
  • ધો.12 સામાન્ય પ્રવાહના ભૂગોળના પેપરમાં 133 છાત્રો ગેરહાજર

ગોંડલમાં ગેરરીતિની બે ઘટના બાદ જામનગરમાં આજે એક કોપી કેસ:બપોરથી ધો.12 સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેકટીસ અને વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનના પેપર

રાજકોટ તા.18 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં આજે સવારનાં સેશનમાં ધો.12 સામાન્ય પ્રવાહનું ભુગોળ વિષયનું પેપર લેવામાં આવેલ હતુ.જે ટેકસબુક આધારીત સરળ નીકળ્યુ હતું.ભૂગોળ વિષયના આ પેપરમાં રાજકોટ શહેર જીલ્લામાં નોંધાયેલા 5994 માંથી 5861 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

133 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ગઈકાલે ધો.10 ની પરીક્ષા દરમ્યાન ગોંડલની મોંઘીબા હાઈસ્કુલ અને સ્વામીનારાયણ વિદ્યાલયનાં પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતીનાં બે કેસ નોંધાયા બાદ આજે જામનગરમાં ધો.12 ના ભૂગોળ વિષયનાં પેપરમા એક કોપી કેસ નોંધાયો હતો. બોર્ડની આ પરીક્ષામાં આજે બપોરનાં સેશનમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં જીવન વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેકટીસ વિષયનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવી રહ્યું છે.

જામનગરમાં ચાલી રહેલી ધો.12 ની પરીક્ષામાં કેન્દ્ર નંબર 691 ના બીલ્ડીંગ નંબર 1 જીએસ મહેતા કન્યા વિદ્યાલયમાં ભૂગોળના વિષયમાં એક કેસ સામે આવ્યો છે. ઉપરોકત પરીક્ષા ખંડમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની પૂર્ણાબા પ્રતાપસિંહ ગોહીલ કે જે ભૂગોળના વિષયની અપેક્ષીતમાંથી પેપર લખતા 11-15 વાગ્યાના અરસામાં ખંડ નિરિક્ષણ મીનાક્ષીબેન પટેલના હાથે પકડાઈ હતી. જેથી તેની સામે કોપીકેસ કરવામાં આવ્યો છે અને જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે. જામનગર જીલ્લામાં બોર્ડની પરીક્ષા દરમ્યાન કોપીનો પ્રથમ કેસ સામે આવ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement