સરદારધામ - રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વર્ગો યોજાશે

18 March 2023 06:27 PM
Rajkot
  • સરદારધામ - રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વર્ગો યોજાશે

રાજકોટ:તા 18 : સરદારધામ - રાજકોટ ખાતે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., સિવિલ જજ, જનરલ ક્લાસ - 3ની નવી બેચ અંદાજિત તા 25/03/2023 થી શરૂ થવા જઈ રહી છે. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનનાં ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, માર્ગદર્શક સિવિલ સર્વિસ કેન્દ્ર શૈલેશભાઈ સગપરીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુભાષભાઈ ડોબરિયા, સમાજ સેતુ સમિતિ સભ્ય પ્રો. ડો. જે. એમ. પનાર અને સી. એમ. વરસાણી (Retd D.C.F), કો-ઓર્ડિનેટર લવદીપભાઈ આંબલીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નવી શરૂ થતી બેચમાં જોડાવવા જણાવ્યું છે.

સરદારધામ - રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી આપવામાં આવે છે. સરદારધામ - રાજકોટના તાલીમ વર્ગોમાં દરરોજ સિલેકટેડ ટોપિક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.ક્યુ. પરીક્ષા, મેઈન્સ પેપર માટે આન્સર રાઈટીંગ, ઈનહાઉસ લાઈબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તાલીમ મેળવી 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ સરકાર ના વિવિધ વિભાગોમાં હાલ ફરજ બજાવી રહ્યા છે.ઈચ્છુક વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન મો.નં. 7575009796 ઉપર કરાવવાનું રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement