સમગ્ર ભારતમાં ટાટા કંપનીની હેરીયરનું લોન્ચ 23 જાન્યુઆરી, 2019ના રોજ પ્રથમ વખત થયું હતું અને શરૂઆતથી ગ્રાહકોમાં અદ્ભૂત ક્રેઝ જોવા મળ્યો છે. એવામાં ટાટા કંપની દ્વારા સમયાંતરે તેના નવા એડિશન લાવવામાં આવે છે. જેમાં તેનું રેડ હોટ ડાર્ક એડિશન માટે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીન ટાટા મોટર્સ દ્વારા તારીખ 16 માર્ચ 2023, ગુરૂવારના રોજ આ નવા એડિશનનુ લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટાટા હેરિયરના રેડ હોટ ડાર્ક એડિશનના પ્રથમ ગ્રાહક એવા મનોજભાઇ કપુરિયાને તેમની બુક કરેલી ટાટા હેરિયર રેડ હોટ ડાર્કની ડિલીવરી આપવામાં આવી હતી અને પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કારના લોંચિંગ સમયે ડિલરશીપના માલિક દર્શિલ નંદાણી, વાઇસ પ્રેસિડેન્ટ અજીત નંદાણી, સેલ્સ જનરલ મેનેજર સાગર રાવ, શીશીર કોઠારી હાજર હતા અને આમંત્રિત મહેમાનોમાં ધર્મેશ મેહતા અને ગ્રિવેન અશરાની હાજરી હતી.