નવી દિલ્હી તા.18 : અમેરિકામાં ફોર્ડ કંપનીએ પોતાની 15 લાખ ગાડીઓને રીકોલ (પરત મંગાવવી) કરવાનો ફેંસલો કર્યો છે.કંપનીએ આ ફેસલો એટલા માટે કર્યો છે. કારણ કે ફોર્ડની ગાડીની બ્રેક અને વિન્ડશિલ્ડ વાઈપરમાં ફોલ્ટ બહાર આવ્યો હતો. કંપનીએ બધી 15 લાખ કારોને વિનામુલ્યે રિપેર કરવા માટે વાહન માલિકોને નોટિફીકેશન મોકલ્યુ છે. કંપનીએ સુરક્ષા નિયામકો દ્વારા શુક્રવારે પોસ્ટ કરાયેલ દસ્તાવેજોમાં બ્રેક લિકવીડ લીક થઈ શકે છે.આથી બ્રેક લાગવામાં મુશ્કેલી પડી શકે છે.ડીલર હોસેસ બદલી આપશે.