કોરોના રસી તથા હાર્ટએટેક વચ્ચે સંબંધના કોઈ પુરાવા નથી: કેન્દ્ર

20 March 2023 11:29 AM
Health India Top News
  • કોરોના રસી તથા હાર્ટએટેક વચ્ચે સંબંધના કોઈ પુરાવા નથી: કેન્દ્ર

રમતા-રમતા કે નાચતા-ગાતા એકાએક હાર્ટએટેકથી મોતના વધતા બનાવો વચ્ચે સરકારનો સંસદમાં જવાબ:કોઈ અભ્યાસ થયો નથી

નવી દિલ્હી તા.20 : ગુજરાત સહીત ભારતમાં રમતા-રમતા કે નાચ-ગાન દરમ્યાન યુવા વય સહિતના લોકોનાં હાર્ટ્રએટેકથી ઝોનના બનાવોમાં વધારો થયો છે અને તે માટે કોરોના રસી જવાબદાર હોવાની શંકા એક વર્ગ વ્યકત કરવા લાગ્યો છે.પરંતુ રસી તથા હાર્ટએટેક વચ્ચે કોઈ સબંધ હોવાનું પુરવાર થયુ નથી કે આવા કોઈ પુરાવા ન હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે.

સંસદમાં આરોગ્ય મંત્રાલયનાં રાજયમંત્રી ભારતી પ્રવિણ પવારે લેખીત જવાબમાં કહ્યું કે કોરોના રસી તથા હાર્ટએટેક વચ્ચે લીંક હોવાના કોઈ પુરાવા નથી. આઈસીએમઆરે આવો કોઈ અભ્યાસ પણ કર્યો નથી. અમેરિકન હાર્ટ એસોસીએશનના રીપોર્ટ પ્રમાણે હૃદયની ગતિ ખોરવાવા સાથે ધબકારા બંધ થઈ જતા હોવાથી એકાએક હાર્ટએટેક સર્જાય છે.જયારે સામાન્ય હાર્ટ એટેક સર્જાય છે

જયારે સામાન્ય હાર્ટએટેક લોહીના પરિભ્રમણ બંધ થતાં હોવાથી થતા હોય છે. છેલ્લા કેટલાંક મહિનાઓ દરમ્યાન ગુજરાત સહીત દેશનાં અનેક ભાગોમાં સ્પોર્ટસ દરમ્યાન કે સમારોહમાં નાચતી-ગાતી વખતે એકાએક હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે.અને સોશ્યલ મિડીયામાં આ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે.રાજકોટમાં જ છેલ્લા ત્રણ મહિનામાં આવા છ કેસ નોંધાયા હોવાનું ઉલ્લેખનીય છે.


Related News

Advertisement
Advertisement