વાંકાનેર, તા.20 : વાંકાનેરમાં સોરઠીયા રજપૂત (ખવાસ) સમાજનું આગામી જ્ઞાતિ ભોજન અચાનક રદ કરવામાં આવતા વર્ષોથી પરંપરા તૂટી હતી અને જ્ઞાતિનાં માત્ર ચાર પાંચ કહેવાતા આગેવાનોનાં આ મનસ્વી નિર્ણયથી સમગ્ર ખવાસ સમાજમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે. ખવાસ સમાજનાં આરાધ્ય દેવ પૂજન દેશળ દેવની 9પમી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલનાં રોજ આવી રહી હોય
વર્ષોથી પરંપરા મુજબ આ દિવસે ખવાસ સમાજનું જ્ઞાતિ ભોજન યોજવામાં આવે છે, ત્યારે આ ધાર્મિક ઉજવણીના આયોજન માટે રવિવારે જ્ઞાતિની વાડી ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ મીટીંગમાં જ્ઞાતિજનોની પાંખી હાજરી હોય જ્ઞાતિનાં કહેવાતા માત્ર ચાર પાંચ આગેવાનો દ્વારા આ વર્ષે જ્ઞાતિ ભોજન રદ કરી નાખવાનો મનસ્વી રીતે નિર્ણય કરી નાખી અન્ય કોઇ પીઢ જ્ઞાતિજનોની સલાહ સુચન લીધા
વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરવાનો ઠરાવ પણ કરી નાખવમાં આવતા સમગ્ર વાંકાનેર પંથકનાં ખવાસ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હતી સમાજના આરાધ્ય દેવપૂજય દેશળ દેવની પુણ્યતિથિ ઉજવણીની વર્ષો જુની પરંપરા તૂટતા ભારોભાર રોષ ઉઠવા પામ્યો હતો. આ બાબતે પીઢ આગેવાનો આગળ આવી જ્ઞાતિ ભોજનની વર્ષો જુની પરંપરા યથાવત રાખે તેવી પ્રબળ માંગ ખવાસ સમાજમાંથી ઉઠવા પામી છે.