મોરબીના રવાપર ગામે ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે એક શખ્સ પકડાયો

20 March 2023 12:31 PM
Morbi
  • મોરબીના રવાપર ગામે ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે એક શખ્સ પકડાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરમાંથી દારૂની 22 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 8250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ છે. રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પહેલા આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ઉર્ફે બીકે કાનજીભાઈ ચાવડા આહિરના રહેણાંક મકાનના એલસીબીની ટીમે રેડ કરતા ઘરમાંથી દારૂની 22 બોટલ મળી આવી હોય પોલીસે 8250 ની કિંમતનો મુદ્દામાં કબ્જે કર્યો હતો અને આરોપી ભરત ઉર્ફે બીકે કાનજીભાઈ ચાવડા આહિર રહે સદગુરુ સોસાયટી-1 રવાપર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સની દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા
ટિંબડી ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુપીનો રહેવાસી ગેંદાપ્રસાદ સોરાહવા (31) ને ઇજાઓ થઈ હતી.

બાઇક સ્લીપ
શનાળા બાયપાસ રોડ ઉપર બાઈક સ્લીપ થતા વિશાલ વલમજીભાઈ જીવાણી (32) રહે ઘુનડા (ખાનપર) વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.


Advertisement
Advertisement