ટંકારામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ

20 March 2023 12:33 PM
Morbi
  • ટંકારામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ

સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે

ટંકારા,તા.20 : ટંકારા ખાતે સરકારના ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા તાલુકા પ્રમુખ પ્રભુ ભાઈ કામરીયા મોરબી યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગ્યા, કિરીટભાઈ અંદરપા ટંકારાના સરપંચ ગોરધનભાઈ ખોખાણી, વગેરે ઉપસ્થિત રહેલ તથા બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહેલ ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા 1067 રાખેલ છે તથા એક ખેડૂતના મહતમ 125 મણ લેખે ચણા ખરીદવામાં આવશે ખરીદ કેન્દ્ર મોરબી રાજકોટ રોડ ઉપર ગીતા કોટન (ઉમા કોટન) માં રાખેલ છે ખરીદ કેન્દ્રનું સંચાલન ટંકારા સેવા સહકારી મંડળી લિ. તરફથી કરવામાં આવે છે તેમ મંડળીના સેક્રેટરી જીતુ ભાઈ ખોખાણી દ્વારા જણાવેલ.


Advertisement
Advertisement