મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં 16.92 લાખનું વળતર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

20 March 2023 12:34 PM
Morbi
  • મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં 16.92 લાખનું વળતર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીની ટ્રીબ્યુનલમાં અકસ્માતના બનાવમાં વળતર માટેનો કેસ ચાલી ગયો હતો જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને ટ્રીબ્યુનલે અરજદારોને 16,92,500 નું વળતર આઠ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે. આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે, ગત તા. 17/1/2014 ના રોજ સુરેશભાઇ લવજીભાઇ ધાનજા રહે,

માણેકવાળા સ્વીફ્ટ કાર નં. જી.જે. 3 સી.આર. 3200 માં સબંધ દાવે બેસી મોરબીથી કલ્યાપર જતા હતા ત્યારે સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર રોડ ઉપર પાર્ક કરેલ ડમ્પર નં જી.જે. 3 એ.ડબલ્યુ 7614ના ઠાઠાના ભાગે અથડાવી હતી જેથી સુરેશભાઇને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી. હડીયલની દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારોને 16,92,500 નું વળતર આઠ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા આદેશ કર્યો છે તેમજ ખર્ચ આપવા વિમા કંપનીને હુકમ કરેલ છે.


Advertisement
Advertisement