કચ્છમાં અનુસૂચિત જાતિના ફરીયાદીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર મુખ્ય આરોપીઓ ઝડપાયા

20 March 2023 12:42 PM
kutch
  • કચ્છમાં અનુસૂચિત જાતિના ફરીયાદીની જમીન પર ગેરકાયદેસર  કબ્જો કરનાર મુખ્ય આરોપીઓ ઝડપાયા

(ગની કુંભાર) ભચાઉ તા.20 : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પો.અધિ. મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામએ પૂર્વ કચ્છ જિલ્લામાંથી શરીર સબંધી/મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનુસુચિત જાતિ- જનજાતિના લોકો ઉપર અત્યાચાર કરનાર ગુનાના આરોપીઓને પકડી પાડવા આપેલ માર્ગદર્શન અનુસંધાને લાકડી પોલીસ સ્ટેશનમાં ગઈ તા.11/3ના એફઆઈઆર નંબર 11993011230018 /2022 એટ્રોસીટી એકટની કલમ-3 (1) (એફ), 3 (1) (જી), 3 (1) (આર), 3 (2) (5-એ) તથા ઈ.પી. કો. કલમ 143, 144, 149, 387, 447, 506 (2)

તથા જી.પી. એકટ 135 મુજબનો ગુનો દાખલ થયેલ અને આગળની તપાસ ના.પો.અધિ. સાગર સાંબડા કરતા હોય જેઓએ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે પો.ઈ. આર.આર. વસાવા (લાકડીયા પોલીસ સ્ટેશન) દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓની શોધખોળ કરતા ઉપરોકત ગુના કામેના મુખ્ય બંને આરોપીઓને પકડી પાડી ગુના કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ અને આગળની તપાસ ના.પો.અ. (ભચાઉ વિભાગ) દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં ગણેશા વરજાંગભાઈ રબારી (ઉ.24 રહે. લલીયાણા તા.ભચાઉ કચ્છ) તથા કાજા અમરાભાઈ રબારી (ઉ.27 રહે. શિકારપુર તા.ભચાઉ કચ્છ) છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ. વસાવા તથા એએસઆઈ જયેશભાઈ એન. પારગી, ઈસ્માઈલ ચાકી તથા પો.કો. વરજાંગભાઈ રાજપુત, લક્ષ્મણસિંહ ઝાલા, દિપકભાઈ સોલંકી વગેરે જોડાયેલ હતા.


Advertisement
Advertisement