ભૂજના કનૈયા બે ગામની સગર્ભા મહિલાને નોર્મલ ડિલિવરી કરાવતી ટીમ 108

20 March 2023 01:14 PM
kutch
  • ભૂજના કનૈયા બે ગામની સગર્ભા મહિલાને નોર્મલ ડિલિવરી કરાવતી ટીમ 108

(ગની કુંભાર) ભચાઉ તા.20 : ભુજ તાલુકાના કનૈયાબે ગામમાં રહેતાં મીનાબેન સુરેશભાઈ મહેશ્વરીને પ્રુસુતીની પીડા ઉપડતા જ સુરેશભાઈ એ 108 ને કોલ કર્યો હતો.આ કોલ ધાણેટી 108 EMRI Green health serviceની ટિમને મળતા ત્યાંના કર્મચારી ઓ ઇ.એમ.ટી ગંગારામભાઈ ચૌધરી અને પાઈલોટ સવાભાઈ રબારી તરત જ 108 સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.

ત્યાંથી દર્દીને લઈને ભુજ ની જી.કે.જનરલ હોસ્પીટલ જવા નીકળ્યા હતા. ત્યારબાદ ભુજોડી ગામ નજીક પહોંચતા રસ્તા માં જ સગર્ભા ને પ્રસુતિની પીડા ગંભીર માલુમ પડતા જ રસ્તા વચ્ચે ડિલિવરી કરાવી પડે તેમ હતી. એમાં પણ આ પ્રથમ ડિલિવરી હોવાથી ખૂબ કાળજીની જરૂર હતી.

આથી ઇએમટી ગંગારામભાઈ એ અમદાવાદ ખાતેના 108 ના ઇમરર્જન્સી ઈ.આર.સી.પી.ડોક્ટર મહેતા મેડમ ને કોલ કરી નિષ્ણાતની સલાહ લીધી. ત્યારબાદ 108 માં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, તથા દવાઓ ઉપયોગ કરી નોર્મલ ડિલિવરી ની ટેકનીક દ્વારા રસ્તામાં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવ્યો હતો.તથા વધુ સારવારર્થે માતા અને બાળકનેં ભુજની જી.કે.જનરલમાં ખસેડવામાં આવ્યા હતા.બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને 108 ની ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


Advertisement
Advertisement