ગુજરાતી ફિલ્મો ફિચર ફિલ્મ ઓછી, ‘વીડિયો ફિલ્મ’ વધુ લાગે છે !

20 March 2023 05:17 PM
Rajkot Entertainment
  • ગુજરાતી ફિલ્મો ફિચર ફિલ્મ ઓછી, ‘વીડિયો ફિલ્મ’ વધુ લાગે છે !
  • ગુજરાતી ફિલ્મો ફિચર ફિલ્મ ઓછી, ‘વીડિયો ફિલ્મ’ વધુ લાગે છે !
  • ગુજરાતી ફિલ્મો ફિચર ફિલ્મ ઓછી, ‘વીડિયો ફિલ્મ’ વધુ લાગે છે !

♦ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વર્તમાન વરવી વાસ્તવિકતા રજુ કરે છે કોલમિસ્ટ જય વસાવડા

♦ નવી રિલીઝ થતી ગુજરાતી ફિલ્મો અઢળક છે, કેટલીક પ્રયોગશીલ અને સારી વાતો, સંગીત પણ ધરાવે છે પણ તે અમદાવાદ જેવા એક-બે શહેરોમાં જ રિલીઝ થાય છે, તેમાં રાતના પ્રાઈમ શો હોતા નથી: ફિલ્મ મેકરોની એક જ દિવસે ત્રણ-ચાર ફિલ્મો રિલીઝ કરવાની જીદ હોય છે, જેની સામે પૂરતાં પ્રેક્ષકો હોતા નથી: ‘હેલ્લારો’, ‘ચાલ જીવી લઈએ’, ‘કેવી રીતે જઈશ’ જેવી ફિલ્મો જેવું સ્તર કયાં?

ફિલ્મ એ કળા છે, ઉત્પાદન નથી, દેશમાં ઢગલાબંધ ફિલ્મો બને છે તેમાંથી ગણીગાંઠી ફિલ્મો ટિકીટબારી પર ચાલતી હોય છે.એક જમાનો હતો દેશમાં ફિલ્મો ટિકીટબારી પર સિલ્વર જયુબિલી ઉજવતી હતી આજે આ ઘટના કલ્પનાતીત છે.ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો 70 ના દાયકામાં ગુજરાતી ફિલ્મો સુવર્ણ જયંતિ ઉજવતી હતી. અલબત, આ ફિલ્મોની ગુણવતા સારી જ હતી એવુ નહોતું, ત્યારે મનોરંજનનાં વિકલ્પો નહોતા, ફિલ્મનાં વિષયો લોકપ્રિય કથા-વસ્તુનાં ધાર્મિક રહેતા હતા.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક સમય એવો પણ આવેલો કે જનરેશન બદલાતા લોકોનો ટેસ્ટ પણ બદલાયેલો અને ગુજરાતી ફિલ્મોનાં વળતા પાણી થઈ ગયા હતા. ‘કેવી રીતે જઈશ’ ગુજરાતી ફિલ્મના સશકત વિષય અને અસરકારક રજુઆતથી આ ફિલ્મ સફળ થતા ગુજરાતી ફિલ્મોમાં અર્બન ગુજરાતી ફિલ્મોનો ગાડરીયો પ્રવાહ શરૂ થયો હતો. પરંતુ સફળતા તો ‘ચાલ જીવી લઈએ’, ‘હેલ્લારો’, જેવી ગુજરાતી ફિલ્મને મળેલી, તેનુ કારણ એ હતું કે આવી ફિલ્મો ફિલ્મકલાના દરેક પાસામાં દિલથી બનાવાઈ હતી.

જે પબ્લિક સાથે કનેકટ થઈ છે.તેવી ગુજરાતી ફિલ્મો ચાલી જ છે.પરંતુ ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની ફિલ્મો ટિકીટબારી પર પીટાઈ જતી હોય છે. એક કારણ એ પણ છે કે ગુજરાતી ફિલ્મ બનાવનારા ખરા અર્થમાં ફિલ્મ કલાના જાણકાર નથી હોતા કે પ્રેક્ષકોની નાડ પારખનારા નથી હોતા, આવા લોકો ફિલ્મોનું ‘પ્રોડકશન’ કરી નાખતા હોય છે. જે પબ્લિક સાથે કનેકટ નથી થઈ શકતી હોતી.

એક વર્ગ એવુ ઈચ્છે છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સિનેમાહોલમાં પ્રાઈમ ટાઈમમાં ફિલ્મો દર્શાવાતી નથી, ફિલ્મોને જોઈએ તેવું પ્રોત્સાહન નથી અપાતું. આની સામે એવી દલીલ થાય છે કે ફિલ્મની એવી કવોલીટી નથી હોતી કે ફિલ્મને પ્રાઈમ ટાઈમમાં દર્શાવવા માટે સિનેમા માલિકોને મજબૂર બનવુ પડે.

પ્રેક્ષક જયારે ફિલ્મ જોવા જાય છે ત્યારે તે માતૃભાષાને પ્રોત્સાહન આપવા જતો હોય તે માટે નહિં, મનોરંજન મોજ માટે ફિલ્મ જોવા જતો હોય છે. ‘હેલ્લારો’ કે ‘કેવી રીતે જઈશ’, કે ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોએ આ સાબિત કર્યું છે.

એક વાત એવી પણ છે કે સબસીડી મેળવવાના હેતુથી કેટલાંક લોકો ઢંગધડા વગરની વીડિયો ફિલ્મો જેવી ફિલ્મ બનાવી નાંખે છે.આવી ફિલ્મો ન ચાલે તે સ્વાભાવીક છે. ટુંકમાં ભલે ફિલ્મો ઓછી બને પણ જે બને છે તે ગુણવતાવાળી બનવી જોઈએ.

ગુજરાતી ફિલ્મો ખાસ ના ચાલતી હોવા મામલે જાણીતા કોલમીસ્ટ જય વસાવડા લખે છે- નવી રીલીઝ થતી ગુજરાતી ફિલ્મો અઢળક છે. ઘણી પ્રયોગશીલને સારી વાર્તાઓને કર્ણપ્રિય સંગીત લઈને આવે છે. ગમે પણ છે જ પણ ટીકીટ ખર્ચી જોનાર પ્રેક્ષક તરીકે ચાર નીરિક્ષણ છે

► અમદાવાદ જેવા એક બે શહેરો સિવાય ગુજરાતી ફિલ્મોના ગુજરાતમાં જ બદે રાતના પ્રાઈમ શો હોતા નથી, હોય જયાં લખેલાએ મોટા થતા પણ નથી
► ફિલ્મોનું સોશ્યલ નેટવર્ક પર મફત પ્રમોશન કરવાથી આગળ જેન્યુઈન પૈસા ખર્ચીને સારૂ ઉત્સુકતા વધારતું વૈવિધ્યસભર રિયલ પ્રમોશન ભાગ્યે જ જોવા મળે છે
► મોટાભાગની ફિલ્મોનો લુક, સિનેમેટોગ્રાફી અને બજેટ ટીવી પર આવતી વિડીયો ફીલ્મ જેવુ લાગે છે. પ્રોપર ફીચર ફિલ્મ જેવુ નહિં, નવી પેઢીને ઓટીટી યુગમાં થિયેટરમાં જોવા મજબુર કરે તેવી આધૂનિક પ્લોટને ટ્રીટમેન્ટ સાથેની મજબૂત ફિલ્મો બહુ ઓછી છે.
► જયાં પુરતા પ્રેક્ષકો જ નથી ત્યાં એક જ દિવસે જીદ કરીને એકથી વધુ ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવી એ બહુ વિચિત્ર લાગે છે. એમાં ઈન્ડસ્ટ્રીઝ વહેંચાઈ જાય છે.


Related News

Advertisement
Advertisement