રાજકોટ તા.20 : મવડીમાં ઉદયનગર-1માં રહેતા હેમતસિંહ ફતેહસિંહ ઝાલા (ઉ.72) એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને 108ને જાણ કરતા ઈએમટીએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વધુ મળેલ વિગત અનુસાર મૃતક હેમંતસિંહના પત્નીનું કોરોના કાળ સમયે અવસાન થયું હતું. જે બાદ તેઓ ગમગીન રહેતા હતા જેના વિયોગમાં ગતરોજ તેને અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક નિવૃત જીવન ગાળતા અને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.