ઉના, તા.21 : કોડીનાર તાલુકાના ચાર મિત્રો કાર ચલાવીને દીવ ટુરિઝમ વિસ્તારમાં ફરવા આવેલ અને દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતાં નાગવા બીચ ઉપર આવેલાં એરપોર્ટ નાં ગેટ નાં પીલોર સાથે રાત્રીના સમયે કાર ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ કાર માં બેઠેલાં શખ્સોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક 108 ઇમરજન્સી મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કાર ચલાવતાં ડ્રાઈવર નાં પોલીસે દારૂ પીધેલ હોવાની તપાસ કરતાં નશો કરેલ હોવાનું બહાર આવતાં અટક કરાયેલ હતી દિવ બંધ પ્રદેશ નાં નાગવા બીચ ઉપર કોડીનાર તાલુકાના સિંધી પરેશ પરમાનંદ બજાજ, ડ્રાઈવર સેનકી બજાજ સહિતના ચાર મિત્રો ફરવા આવેલ અને લાલ કલરની કાર ભડાકા સાથે એરપોર્ટની દીવાલનાં પીલોર સાથે અથડાતાં પરેશ પરમાનંદ બજાજનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દીવ પોલીસ દ્વારા મૃતક યુવાન નાં મૃતદેહ નો કબ્જે કરી પીએમ માટે ખસેડવા માં આવેલ અને ડ્રાઈવર નાં ડઇનક એન્ડ ડાઈવ ચેક કરતાં 137 પોઝેટીવ આવતાં નશાની હાલતમાં કાર ચલાવીને હાઈ પ્રોફાઈલ એરપોર્ટ ની દીવાલ પીલોર સાથે કાર ભટકાતાં નવા ની હાલતમાં અકસ્માત સર્જતા નુકશાન સહિતના ગુન્હા નોંધી અટક કરાયેલ છે આ અકસ્માતમાં કાર નો ભુક્કો થઈ ગયેલ હતો સુરત પાસીગની આ કાર ચાલક કેફી દ્રવ્ય પીધેલી હાલતમાં કાર બે ફિકરાય થી ચલાવતાં કાર ની પાછળ બેઠેલા યુવાન નાં મોત થયા નાં સમાચાર પરીવારજનોને મળતાં શોક ફેલાયેલ છે.