ગુજરાતમાં કોરોના નવા 118 કેસ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 54 અને રાજકોટમાં 15 દર્દી નોંધાયા

20 March 2023 08:39 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • ગુજરાતમાં કોરોના નવા 118 કેસ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 54 અને રાજકોટમાં 15 દર્દી નોંધાયા

રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 810 થયા

રાજકોટ:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 118 કેસો 48 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 25 કલાકમાં અમદાવાદમાં 54, રાજકોટમાં 15, સુરત- વડોદરા 12, સાબરકાંઠા 5, મહેસાણા-ભાવનગર 3, આણંદ- મહિસાગર- નવસારી 2, અમરેલી- અરવલ્લી- ભરૂચ- કચ્છ-મોરબી- પોરબંદર- સુરેન્દ્રનગર -વલસાડ ૧ કેસ નોંધાયો છે.

રાજયમાં કુલ 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 805 દર્દીઓ સ્ટેબલ છે રાજયનો કુલ મૃત્યુઆંક 11047 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 12,78,829 પર પહોંચ્યો છે.


Related News

Advertisement
Advertisement