ગાંધીધામમાં અનાજ ચોરીના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

21 March 2023 11:51 AM
kutch
  • ગાંધીધામમાં અનાજ ચોરીના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ભચાઉ,તા.21 : પોલીસ મહાનિરીક્ષણ જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ પોલીસ ઈન્સ્પેકટર એમ.એમ.જાડેજા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઈન્સ્પેકટર વી.આર.પટેલ તથા એલ.સી.બી.ટીમ ગાંધીધામ બી.ડી.વી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી

તે દરમ્યાન બાતમી હકીકત આધારે મીઠીરોહર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાહનમાં ચોરી કે છળકપટથી આધાર પુરાવાઓ કે બિલ વગરનો અનાજનાં દાણાનો જથ્થો મળી આવતા નીચે જણાવ્યા મુજબના ઈસમોને પકડી પાડી તેમના કબ્જામાંથી મળી આવેલ જથ્થો સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી મળી આવેલ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી.પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.


Advertisement
Advertisement