ભચાઉમાં આઈઓસીની પાઈપલાઈનમાં કાણું પાડનારા આરોપીઓ ઝડપાયા

21 March 2023 11:57 AM
kutch
  • ભચાઉમાં આઈઓસીની પાઈપલાઈનમાં કાણું પાડનારા આરોપીઓ ઝડપાયા

(ગની કુંભાર) ભચાઉ તા.21 : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ તરફથી ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તેમજ આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.બી. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સ.વાહનોતી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11993004230099/ 2023 ઈ.પી.કો. કલમ 285, 379, 427, 511, 120 (બી) તથા પેટ્રોલીયમ અને ખનીજ પાઈપલાઈન અધિનિયમ 1962ની કલમ 15 (1) 15 (4) તથા સાર્વજનિક સંપતિને નુકશાનની કલમ 3 મુજબના ગુના કામેના આરોપીઓની મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ગુનામાં વપરાયેલ બલેનોકાર તથા સાધનસામગ્રી સાથે પકડી પાડી પકડાયેલ ચોર ઈસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


Advertisement
Advertisement