બોટાદમાં સ્પોર્ટસ કરાટે એસો. દ્વારા પરીક્ષા લેવાઇ

21 March 2023 12:52 PM
Botad
  • બોટાદમાં સ્પોર્ટસ કરાટે એસો. દ્વારા પરીક્ષા લેવાઇ

શ્રીમતી એસ.જે. દાણી પ્રાથમિક વિદ્યાલયમાં તારીખ 20ના સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન બોટાદ દ્વારા એક્ઝામનું આયોજન થયું જેમાં મુખ્ય પ્રશિક્ષક ગતસફ બોટાદ ચીફ ઇન્સ્ટ્રક્ટર અને તસફબ પ્રમુખ રાઠોડ લાલજીભાઈ હાજર રહ્યા હતા. જેમાં કુલ 58 બાળકો એ બેલ્ટ પરીક્ષા પાસ કરી 35 યલ્લો/18 ઓરેન્જ/5 ગ્રીન બેલ્ટની ડિગ્રી મેળવી પરિવાર, સ્કૂલ, કોચ, તાલુકા, જીલ્લા નું નામ રોશન કરવા બદલ ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને કોચ શ્રી એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર : રીમલ બગડીયા)


Advertisement
Advertisement