(ગની કુંભાર) ભચાઉ તા.21: પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડ રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામ તતા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન ખાનગી રાડે બાતમી હકીકત મળેલ કે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0279/2022 પ્રોહી કલમ 65 (એ) (ઈ) 116 (બી) 98 (2) 81 મુજબના ગુના કામે છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી રમેશ ઉર્ફે મનજી કરશન કોલી (ઉ.36 રહે. ખડી વિસ્તાર મનફરા તા.ભચાઉ) ખારોઈથી ભચાઉ બાજુ આવી રહેલ છે. જે બાતમી હકીકત આધારે લોધેશ્ર્વર ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરી મજકુર ઈસમને પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.