નવી દિલ્હી તા.21: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લંડનમાં કરેલા વિધાનો પર આજે પણ સતત સાતમા દિવસે સંસદમાં હંગામો ચાલુ રહ્યો હતો અને બન્ને ગૃહો ફરી ઠપ્પ થયા હતા અને બીજી તરફ ભાજપે રાહુલ પર પ્રહાર વધારી દેતાં તેની સરખામણી મીરજાફર સાથે કરતા કહ્યું કે રાહુલે માફી તો માંગવી જ પડશે.
ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે શાહજાદા નવાબ બનવા ઈચ્છે છે અને નવાબ બનવા માટે તેણે ઈસ્ટ ઈન્ડીયા કંપનીની મદદ માગી છે.પરંતુ એવુ નથી કે રાહુલ માફી માંગ્યા વગર સલામત નીકળી જશે તેણે માફી તો માગવી જ પડશે.
અમે માફી મંગાવીને રહેશુ. સંબીત પાત્રાએ રાહુલ પર વધુ પ્રહાર કરતા કહ્યું કે રાફેલ કેસમાં પણ રાહુલે માફી માંગવી પડી હતી.મીર જાફરે જે કર્યું હતું તે લંડનમાં રાહુલે કર્યું છે. પણ હવે તે ચાલશે નહિં અને તે માફી માંગ્યા વિના સલામત રીતે છટકી પણ નહિં શકે.